હેડલાઈન :
- યાત્રાધામ સોમનાથ ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિર
- CM ભૂપેન્દ્ર પટેલ 11 મી ચિંતન શિબિર માટે સોમનાથ પહોંચ્યા
- મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન કરાયુ
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોર્લિંગ સોમનાથ મંદિર ખાતે ગુજરાત સરકારની 11 મી ચિતન શિબેરનો પ્રારંભ થયો છે.જેમાં સહભાગી બની માર્ગદર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચ્યા હતા.
રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનાં ભાવપૂર્વક દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી તેમજ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. pic.twitter.com/ksaSvRc2Ad
— CMO Gujarat (@CMOGuj) November 21, 2024
રાજ્ય સરકારની 11 મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી,જ્યાં સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર અને સચિવ યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પૂષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી.તેમની સાથે રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરાએ પણ સોમેશ્વર પૂજા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે
પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યુમેન્ટરીનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર,સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ,જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.