હેડલાઈન :
- પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો થયો
- પેસેન્જર વાન પર એટેકમાં 32 જેટલા લોકોના મોત થયા
- વાન પસાર થતાં જ આતંકવાદીઓનો અંધાધૂંધ ગોળીબાર
- રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આતંકી હુમલાની નિંદા કરી
- રાષ્ટ્રપતિ ઝરદારીએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પેસેન્જર વાન પર આતંકી હુમલો થયો છે,આ હુલામાં 32 જેટલા લોકોના મોત થયા છે.રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ નિંદા કરી હતી.
– પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો થયો છે જેમાં 32 જેટલા લોકોના મોત થાયા છે.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં આ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે.સાથે જ તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ થયા છે.
– પેસેન્જર વાન પર આતંકીઓનો અંધાધૂંધ ગોળીબાર
એક અહેવાલ મુજબ,લોઅર કુર્રમના ઓચુત કાલી અને મંડુરી પાસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. પેસેન્જર વાન ત્યાંથી પસાર થતાં જ આતંકવાદીઓએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.આ હુમલામાં 32 લોકો માર્યા ગયા છે.અહેવાલ અનુસાર જે પેસેન્જર વાન પર હુમલો કરવામાં આવ્યો તે પારાચિનારથી પેશાવર જઈ રહી હતી.પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી અનુસાર તહસીલ હેડક્વાર્ટર હોસ્પિટલ અલીઝાઈના ઓફિસર ડૉ.ગૈયોર હુસૈને હુમલાની પુષ્ટિ કરી છે.
– રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શોક વ્યક્ત કર્યો
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં આ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે.તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.તો બીજી તરફ,પીપીપીએ પણ તેની એક પોસ્ટમાં નિર્દોષ મુસાફરો પરના હુમલાને અમાનવીય અને કાયરતાપૂર્ણ ગણાવતા કહ્યું છેકે,જેઓ આ હુમલા માટે જવાબદાર છે તેમને સજા મળવી જોઈએ.તેમજ ઘાયલોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કહ્યું કે હુમલામાં માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સામેલ છે.તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે. જો કે હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.
SORCE : નવભારત