હેડલાઈન :
- અમેરિકામાં અદાણી કેસના ચક્કરમાં સ્થાનિક શેર બજાર તૂટ્યુ
- શેરબજાર આજે મોટા ઘટાડાનો ભોગ બન્યું રોકાણકારોને નુકસાન
- અદાણી ગૃપની સ્પષ્ટતા બાદ શેરબજારની સ્થિતિમાં થોડો સુધારો
- BSE સેન્સેક્સ132.73 પોઈન્ટના વધારા સાથે 77,711.11 પોઈન્ટે ખુલ્યો
- ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ માર્કેટમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ
- NSE નિફ્ટી 30.05 પોઈન્ટની નબળાઈ સાથે 23,488.45 પોઈન્ટે ટ્રેડિંગ
અમેરિકી કોર્ટમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી સામેના આરોપોને કારણે ભારતીય શેરબજાર આજે મોટા ઘટાડાનો ભોગ બન્યું હતું.
દિવસના ટ્રેડિંગ દરમિયાન BSE માં 4,065 શેરમાં સક્રિય ટ્રેડિંગ થયું હતું.તેમાંથી 1,235 શૅર્સ ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 2,737 શૅર્સમાં ઘટાડાનો ટ્રેન્ડ હતો, જ્યારે 93 શૅર્સ કોઈ હલચલ વગર બંધ થયા હતા.
– અદાણી કેસને લઈ સ્થાનિક શેર બજાર તૂટ્યુ
અમેરિકી કોર્ટમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી સામેના આરોપોને કારણે સ્થાનિક શેરબજાર આજે મોટા ઘટાડાનો ભોગ બન્યું હતું.જોકે અદાણી ગૃપ દ્વારા આરોપો અંગે આપવામાં આવેલી સ્પષ્ટતા બાદ શેરબજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો,પરંતુ બજાર પર સતત દબાણ જોવા મળ્યું હતું.આખા દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 0.54 ટકાના ઘટાડા સાથે અને નિફ્ટી 0.72 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
– શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોના નાણા ધોવાયા
આજે શેરબજારમાં ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ.5 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.આજના ટ્રેડિંગ પછી BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 425.31 લાખ કરોડ થઈ ગઈ છે.જ્યારે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે તેમની માર્કેટ મૂડી 430.66 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે રોકાણકારોને આજના ટ્રેડિંગથી લગભગ રૂ. 5.35 લાખ કરોડનું નુકસાન થયું છે.
– BSE સેન્સેક્સ વધારા સાથે ખુલ્યાબાદ દબાણ જોવા મળ્યુ
BSE સેન્સેક્સ આજે 132.73 પોઈન્ટના વધારા સાથે 77,711.11 પોઈન્ટ પર ખુલ્યો હતો.ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ માર્કેટમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું,જેના કારણે ટ્રેડિંગના પહેલા અડધા કલાકમાં જ આ ઈન્ડેક્સ ઉપલા સ્તરથી 908.38 પોઈન્ટ ઘટીને 775.65 પોઈન્ટની નબળાઈ સાથે 76,802.73 પોઈન્ટ પર આવી ગયો હતો.જો કે,આ પછી ખરીદદારોએ ખરીદી શરૂ કરી,જેના કારણે આ ઇન્ડેક્સની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો.આખા દિવસના કારોબાર બાદ સેન્સેક્સ દિવસના નીચલા સ્તરેથી 353.06 પોઈન્ટ સુધર્યો હતો અને 422.59 પોઈન્ટના ઘટાડા સાથે 77,155.79 પોઈન્ટ પર બંધ થયો હતો.
– NSE નિફ્ટીમાં નબળાઈ સાથે ટ્રેડિંગ
સેન્સેક્સથી વિપરીત,NSE ના નિફ્ટીએ આજે 30.05 પોઈન્ટની નબળાઈ સાથે 23,488.45 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું.બજાર ખુલતાની સાથે જ વેચવાલીના દબાણને કારણે આ ઇન્ડેક્સ 255.35 પોઈન્ટ્સ લપસી ગયો અને થોડા જ સમયમાં 23,263.015 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો.જો કે, સવારે 10 વાગ્યા પહેલા જ ખરીદદારોએ બજારમાં ખરીદી શરૂ કરી દીધી હતી,જેના કારણે આ ઇન્ડેક્સની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો હતો.જોકે,બજારનો મૂડ એટલો બગડ્યો કે ખરીદદારોના પ્રયાસો છતાં આ ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થતો રહ્યો હતો.દિવસભર ખરીદ-વેચાણ બાદ આ ઈન્ડેક્સ નીચલા સ્તરેથી 86.75 પોઈન્ટ રિકવર થયો હતો અને 168.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,349.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
SORCE :