હેડલાઈન :
- ક્રિકેટ ચાહકો માટે આવ્યા રસપ્રદ સમાચાર
- IPL 2025 માટેનો વિધિવત કાર્યક્રમ જાહેર
- વર્ષ 2025,2026 અને 2027નો કાર્યક્રમ
- 2025 સિઝન 14 માર્ચ થી 31 મે સુધી ચાલશે
- 2025 સિઝનમાં 74 મેચ રમાડવામાં આવશે
- વર્ષ 2026માં મેચોની સંખ્યા વધારી 84 થશે
- 2027માં મેચની સંખ્યા વધારી 94 કરાઈ શકે
ક્રિકેટ રસિયાઓ માટે ખૂબ જ રસપ્રદ સમાચાર સામે આવ્યા છે કે IPL ની વર્ષ 2025ની આગામી સિઝનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે જોઈએ સમગ્ર શેડ્યુલ શું છે.
– ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર
ઈન્ડિયન પ્રિમિયર લિગ એટલે કે IPL 2025 નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.IPL ની આગામી સિઝન માર્ચમાં શરૂ થનાર છે.આ સિવાય 2026 તેમજ 2027 માટે પણ ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી દેવામા આવી છે.
ક્રિકેટ રસિકો અને તેમાં પણ ખાસ કરીને યુવાઓ માટે આજકાત IPL ખૂબ પસંદ રહી છે.ત્યારે IPL 2025 મેગા મુકાબલાનો આગાઝ થઈ ચૂક્યો છે.કારણ કે IPL 2025 નો વિધિવત કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.IPL 2025 સિઝન 14 માર્ચથી શરૂ થશે અને તે 31 મે સુધી ચાલશે.
– વર્ષ 20025 સાથે 2026 અને 2027 નો પણ કાર્યક્રમ
એક અહેવાલ મુજબ તમામ ફ્રેંચાઈઝીને ઈ-મેલ થકી આગામી ત્રણ સિઝન એટલે કે વર્ષ 2025,2026 અને 2027 નો કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી છે.મહત્વનું છે કે વર્ષ 2025 સિઝનમાં કુલ 74 મેચ રમાશે,તો વર્ષ 2026 માં મેચોની સંખ્યા વધીને 84 કરાશે તો વર્ષ 2027ની સિઝનમાં પણ સંખ્યા વધારી 94 મેચ રમાડવામા આવી શકે છે.ઉલ્લેખનિય છે કે ગત સિઝન એટલે કે વર્ષ 2024ની સિઝન 22 માર્ચથી શરૂ થઈને 26 મે સુધી ચાલી હતી.જેની ફાઈનલ મેચ KKR અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી જેમાં KKR નો વિજય થયો હતો.
– IPL માટે BCCI ની નવી રૂલ બુક
IPL ની તમામ 10 ફ્રેંચાઈઝીઓ માટે પણ મહત્વના સમાચાર એટલા માટે છે કે તમામ ICC સભ્ય દેશો દ્વારા આગામી ત્રણેય સિઝન એટલે કે 2025,2026 અને 2027માટે તેમના ખેલાડીઓને IPL મા રમવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અહીં જાણવુ એ પણ આવશ્યક છે કે 2025ની મેગા ઓક્શન પહેલા BCCI એ એક નવી રૂલ બુક જાહેર કરી છે. જે અંતર્ગત કોઈ ખેલાડી મેગા ઓક્શનમાં ખરીદાયા બાદ નહી બને તો આગામી બે સિઝન રમી શકશે નહી.તો બીજી તરફ જો વિદેશી ખેલાડી ઓક્શનમાં ખરીદાયા બાદ પોતાનું નામ પરત લે છે તો બે વર્ષનો પ્રતિબંધની સજાની જોગવાઈ છે.
SORCE : જાગરણ ગુજરાતી