હેડલાઈન :
- છત્તીસગઢમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી
- એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓને ઠાર કર્યા
- એસએલઆર,એકે-47 અને અન્ય હથિયારો મળ્યા
- સુકમાના ભીજી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
- નક્સલવાદીઓ ઓરિસ્સા થઈ છત્તીસગઢમાં પ્રવેશ્યા
છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.એન્કાઉન્ટર સ્થળ નક્સલવાદીઓના ઓટોમેટિક એસએલઆર, એકે-47 અને અન્ય હથિયારો મળી આવ્યા છે.
એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે.તો સ્થળ પરથી પોલીસને ઓટોમેટિક હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.એન્કાઉન્ટર સ્થળ પરથી માર્યા ગયેલા નક્સલવાદીઓના ઓટોમેટિક એસએલઆર,એકે-47 અને અન્ય હથિયારો મળી આવ્યા છે.
સુકમા જિલ્લાના ભીજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળની ટીમ કોરજુગુડા,દંતેશપુરમ,નાગરમ ભંડારપાદર માટે રવાના થઈ ગઈ હતી.આ દરમિયાન કોરજુગુડા અને ભંડારપાદરના જંગલોમાં ડીઆરજીના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.બંને તરફથી ભીષણ ગોળીબાર વચ્ચે સુરક્ષા દળોએ 10 નક્સલીઓને ઠાર કર્યા હતા.ઘટનાસ્થળેથી AK-47, INSAS રાઈફલ, SLR ગન અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોના જવાનો કેમ્પમાં પરત ફરી રહ્યા છે.માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓ ઓરિસ્સા થઈને છત્તીસગઢની સરહદમાં પ્રવેશ્યા હતા.આ અંગેની માહિતી મળતા જ નક્સલવાદીઓનો પીછો કરીને માર્યા ગયા હતા.એન્કાઉન્ટર સ્થળની તપાસ કરવામાં આવી રહી છે.એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે સુકમા જિલ્લાના દક્ષિણી વિસ્તાર ભેજીમાં નક્સલ સંગઠનના બસ્તર વિભાગના માઓવાદીઓ વિશે બાતમીદાર પાસેથી માહિતી મળી હતી.જે બાદ ડીઆરજીની ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી.
SORCE : હિન્દુસ્તાન સમાચાર