હેડલાઈન :
- દેશમાં મહારાષ્ટ્ર તેમજ ઝારખંડની સામાન્ય ચૂંટણી
- UP,ગુજરાત સહિતના રાજ્યોમાં પેટા ચૂંટણી જંગ
- આજે તમામ ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરાઈ
- બંને રાજ્યોના શરૂઆતના વલણોમાં NDA આગળ
- ગુજરાતની વાવ બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી
- ત્રિ-પાંખિયા જંગ વચ્ચે વાવ બેઠકની મત ગણતરી
- વાવ બેઠક પર શરૂઆતના વલણમાં ભાજપ આગળ
ગુજરાતમાં યોજાયેલ પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ યોજાયેલ મતદાનમાં 70.55 ટકા મત પડ્યા હતા અને આજે 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરી છે
મહારાષ્ટ્ર અને ઝારખંડની સામાન્ય ચૂંટણી તેમજ ગુજરાતની વાવ બેઠકની પેટાચૂંટણીના પરિણામો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે.મહારાષ્ટ્રની 288 તેમજ ઝારખંડની 81 અને ગુજરાતની વાવ બેઠક પર સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામા આવી હતી.જેમાં મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન એટલે કે મહાયુતી 57 બેઠકો પર જ્યારે કોંગ્રેસનું ગઠબંધન મહાવિકાસ અઘાડી 30 બેઠક પર તેમજ અપક્ષ ઉમેદવારો 2 બેઠક પર આગળ છે.ઝારખંડમાં NDA 25,ઇન્ડિયા ગઠબંધન 10 બેઠક પર આગળ છે.ગુજરાતની વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર શરૂઆતી વલણોમાં આગળમાં આગળ ચાલી રહ્યા છે.નોંધનિય છે કે વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાતા ચૂંટણી રસપ્રદ બની છે.
ગુજરાતની વાવ બેઠકની વાત કરીએ તો અહીના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી.જ્યા હાલમાં જ એટલે કે 13 નવેબમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી.તેમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર,કોંગ્રેસ તફથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ તરીકે ભાજપમાંથી અલગ પડી માવજીભાઈ પટેલ ચૂંટણી લડતા ત્રિ-પાંખિયો જંગ ખેલાયો અને અહી 70.55 ટકા ભારે મતદાન થયા બાદ આજે મત ગણતરી હાથ ધરાઈ છે.
નોંધનિય છે કે બનાસકાંઠાની આ વાવ બેઠક એ સરહદી વિસ્તારની બેઠક છે.જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો દબદબો છે.તો બીજી તરફ ગત લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરનું પણ સ્થાનિક નેતા તરીકે પ્રભુત્વ જોવા મળે છે.તો અહીં ઠાકોર મતદારો પણ સવિશેષ છે.સાથે જ મહત્વની બાબાત એ છે કે આ પેટા ચૂંટણીમાં ભાજપથી અલગ પડી માવજીભાઈ પટેલ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.તેઓ પણ ચૌધરી સમાજમાથી આવે છે.ત્યારે આ પરિણામમાં તેઓ કોને અસર પહોંચાડે છે કે પછી પોતે જ જીત મેળવે છે,તેના પણ સૌની નજર છે.જોકે શરૂઆતના વલણમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.
જોકે સવારે 10 વાગ્યા સુધીમાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનના મતદાનમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1400 જેટલા મતોથી આગળ નિકળ્યા હતા.
– વાવ પેટા ચૂંટણી _ 4 રાઉન્ડ
- કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત..16673
- ભાજપના સ્વરૂપ ઠાકોર…15266
- અપક્ષના માવજી પટેલ..7110
– 1402 મતો થી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત આગળ
મહત્વનું છે કે ખૂબ જ ઝડપથી લવણો સામે આવી રહ્યા છે.જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી પરિણામની વાત કરીએ તો અહીં NDA એટલે કે મહાયુતિ ગઠબંધને 145 નો બહુમતીનો આંકડો વટાવી દીધો છે.અને હાલની વાત કરીએ તો NDA ( મહાયુતિ ) ગઠબંધન 200 થી વધુ બેઠકો પર આગળ છે ,તો સામે ઈન્ડિયા ગઠબંધન 70 બેઠકો પર આગળ છે. આમ ઈન્ડિયા ગઠબંધન ખૂબ જ પાછળ રહી ગયુ છે.
તો વળી ઝારખંડ વિધાનસભા મત ગણતરીની વાત કરીએ તો ઝારખંડમાં પણ NDA ગઠબંધન આગળ છે.તો JMM ગઠબંધન પાછળ ચાલી રહ્યુ છે.તેમાં NDA ગઠબંધન હાલની સ્થિતિએ બહુમતિના 41 ના આંકડાને પાર કરી 44 બેઠકો સાથે આગળ છે.જ્યારે JMM ગઠબંધન 31 બેઠકો પર આગળ ચાલી રહ્યુ છે.