હેડલાઈન :
- મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા સામાન્ય ચૂંટણી
- સામાન્ય ચૂંટણી બાદ મત ગણતરી હાથ ધરાઈ
- શરૂઆતના વલણોમાં NDA ગઠબંધન બહુમતિને પાર
- મહારાષ્ટ્રમાં મહાયુતિ 200 થી વધુ બેઠકો પર આગળ
- ઝારખંડમાં વલણોમાં JMM ગઠબંધન બહુમતિને પાર
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા સામાન્ય ચૂંટણીની મતગણતરી યથાવત છે.પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન તો ઝારખંડમાં JMM ગઠબંધન બહુમતિના આંકડાને વટાવી ગયુ છે.
– મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન આગળ
વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારોનો ઝોક વધ્યો છે,જેના કારણે આ વખતે 66.05 ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાઈ છે.હવે આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે.પ્રારંભિક વલણો પણ અહીં ઉભરી આવ્યા છે.અહીં તમામ 288 બેઠકો માટેના વલણો છે.જેમાં મહાયુતિ 208 પર અને વિપક્ષી ગઠબંધન 69 પર અને અન્ય 11 પર આગળ છે.
– કયા મહત્વના નેતા આગળ
તો વળી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણેના કોપરી પંચપખારી વિધાનસભા ક્ષેત્રમાં તેમના હરીફ શિવસેના યુબીટી ઉમેદવાર કેદાર દિઘેથી આગળ છે.નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર બારામતી બેઠક પર તેમના હરીફ યુગેન્દ્ર પવાર પર આગળ ચાલી રહ્યા છે.ભાજપ નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુલે આગેવાની કરી રહ્યા છે.તો કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓમાં બાળાસાહેબ થોરાટ,યશોમતી ઠાકુર,અસલમ શેખ,વિજય બડેટ્ટીવાર પાછળ છે.અગાઉ,મુંબઈના મુમ્બાદેવી વિધાનસભા મતવિસ્તારના શિંદે શિવસેનાના ઉમેદવાર શૈના એનસીએ શનિવારે મતગણતરી પહેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરી હતી.
– ઝારખંડમાં વલણોમાં JMM ગઠબંધન આગળ
તો ઝારખંડની વાત કરીએ તો વર્ષ 2024 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીના શરૂઆતના વલણોમાં JMM ગઠબંધન આગળ નિકળ્યુ છે એટલું જ નહી પણ બહુમતિના 41 ના આંકડાને વટાવી હાલ 50 બેઠકો સાથે આગળ છે.તો NDA ગઠબંધન 29 બેઠકો સાથે ખૂબ જ પાછળ ચાલી રહ્યુ છે.