હેડલાઈન :
- UP ના સંભલમાં હિંસક ઘટનાથી અફરા તફરી
- ઘટનામાં ચોર લોકોના મોત તો પોલીસ જવાનો ઘાયલ
- સંભલ જામા મસ્જિદ વિવાદ પર ચાલતા સર્વે વચ્ચે હિંસા
- મસ્જિદ નીચે હરિહર મંદિર હોવાનો હિન્દુ પક્ષનો દાવો
- કોર્ટના આદેશ અનુસાર જામા મસ્જિદમાં હાથ ધરાયો સર્વે
- સર્વેક્ષણને લઈ થયેલા વિવાદથી રવિવારે હિંસક વળાંક લીધો
- CM યોગીએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો
- દોષિતો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાશે
- સંભલ હિંસા અંગે પોલીસ તપાસમાં વિધર્મિઓના નામ આવ્યા
ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત જામા મસ્જિદ નીચે હરિહર મંદિર હોવાના દાવા સાથે અરજી કરાયા બાદ કોર્ટના આદેશથી ત્યાં સર્વે શરૂ કરાયો હતો.જે દરમિયાન હિંસા ફેલાઈ હતી.
#WATCH | उत्तर प्रदेश: संभल में शाही जामा मस्जिद का सर्वेक्षण करने के लिए एक सर्वेक्षण दल के पहुंचने पर पथराव की घटना हुई। स्थिति को नियंत्रित करने के लिए पुलिस ने आंसू गैस का इस्तेमाल किया।
वरिष्ठ अधिवक्ता विष्णु शंकर जैन द्वारा संभल के सिविल जज की अदालत में मस्जिद के मंदिर… pic.twitter.com/OVHLuwJSZp
— ANI_HindiNews (@AHindinews) November 24, 2024
#WATCH उत्तर प्रदेश: संभल में शाही जामा मस्जिद का सर्वेक्षण करने के लिए एक सर्वेक्षण दल के पहुंचने पर पथराव की घटना हुई। स्थिति को नियंत्रित करने के लिए पुलिस ने आंसू गैस का इस्तेमाल किया।
वरिष्ठ अधिवक्ता विष्णु शंकर जैन द्वारा संभल के सिविल जज की अदालत में मस्जिद के मंदिर होने… pic.twitter.com/uu2W4mgBT0
— ANI_HindiNews (@AHindinews) November 24, 2024
– શું કહે છે રેન્જ આઈ જી.
આ સમગ્ર મામલે મુરાદાબાદ રેન્જના ડીઆઈજી મુનિરાજે જણાવ્યું હતું કે રવિવારે થયેલી હિંસામાં ચાર લોકો માર્યા ગયા હતા અને 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા,જેમાં ચાર વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.સંભલ જિલ્લા મુખ્યાલયમાં જામા મસ્જિદના સર્વેક્ષણને લઈને થયેલા વિવાદે રવિવારે હિંસક વળાંક લીધો હતો અને પથ્થરમારો અને આગચંપીમાં ત્રણ લોકોના મોત થયા હતા,જ્યારે 20થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.ફાયરિંગ કરનારા સી.ઓ.અનુજ ચૌધરી અને એસપીના પીઆરઓને પણ ગોળી વાગી હતી.અત્યાર સુધીમાં એક મહિલા સહિત 21 લોકોની અટકાયત કરવામાં આવી છે.આ ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
#WATCH उत्तर प्रदेश: संभल के SP कृष्ण कुमार ने कहा, "कोर्ट के आदेश के अनुसार, संभल जिले में जामा मस्जिद का सर्वेक्षण किया जाना था… सर्वेक्षण के विरोध में कुछ लोग एकत्र हुए और सर्वेक्षण के समय पथराव शुरू कर दिया। पुलिस ने इस पर जवाबी कार्रवाई की… जामा मस्जिद के परिसर के पास… https://t.co/gi36Pbq3nl pic.twitter.com/TmrqUEC7h3
— ANI_HindiNews (@AHindinews) November 24, 2024
મુરાદાબાદ રેન્જના ડીઆઈજી મુનિરાજે કહ્યું કે રવિવારે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા છે.મૃતકોની ઓળખ નઈમ,બિલાલ અંસારી,નૌમાન અને મોહમ્મદ કૈફ તરીકે થઈ છે.ચાર વરિષ્ઠ અધિકારીઓ સહિત 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.આપને જણાવી દઈએ કે આ હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 30 પોલીસ સ્ટેશનોની પોલીસ તૈનાત કરવામાં આવી છે.ડીઆઈજીના જણાવ્યા અનુસાર,પોલીસે બદમાશોને પકડવા માટે આખી રાત દરોડા પાડ્યા હતા.આ દરમિયાન અલગ-અલગ જગ્યાએથી કેટલાક ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતુસ પણ મળી આવ્યા છે.
પોલીસનું કહેવું છે કે બદમાશો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ એટલે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર,વિસ્તારમાં વાતાવરણ બગાડવા માટે,તોફાની તત્વોએ પહેલા પથ્થરમારો અને આગચંપી શરૂ કરી અને પછી બાળકો અને મહિલાઓને બચાવ માટે આગળ મોકલ્યા.હિંસા બાદ શહેર અને જિલ્લાને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે.ચંદૌસી સ્ક્વેર,શંકર સ્ક્વેર, હોસ્પિટલ સ્ક્વેર અને યશોદા સ્ક્વેર સહિત જિલ્લાના તમામ મુખ્ય ચોક પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.સામાન્ય લોકોને અન્ય માર્ગોથી ડાયવર્ટ કરીને મોકલવામાં આવ્યા હતા.
– વહીવટીતંત્ર એલર્ટ સ્થિતિ પર ચાંપતી નજર
હિંસક ઘટના બાદ વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે અને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 163 સમગ્ર વિસ્તારમાં લાગુ કરવામાં આવી છે,જે અંતર્ગત પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ પહેલા હિંસક ઘટના સ્થળે પહોંચેલી પોલીસને જોઈને ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.પોલીસ અધિક્ષક સહિત ઘણા પોલીસ અધિકારીઓ પહોંચ્યા અને ભીડને શાંત કરવા લાગ્યા,પરંતુ તેઓ બેકાબૂ બની રહ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
– CM યોગીના કડક કાર્યવાહીના આદેશ
સંભલની ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારને પરિસ્થિતિને કાબૂમાં લેવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.આ પછી પોલીસ એક્શનમાં આવી અને ઘણા પ્રયત્નો પછી ભીડને કાબૂમાં લીધી.ડીજીપીએ કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.લખનઉથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.હિન્દુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે જામા મસ્જિદમાં સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે.
તો સંભલમાં પથ્થરમારાની ઘટના પર બિહારના ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ કહ્યું કે, “તે એક દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કાયદો તોડનારાઓને બક્ષવામાં આવશે નહીં…”
#WATCH पटना: संभल में हुई पथराव की घटना पर बिहार के उपमुख्यमंत्री विजय कुमार सिन्हा ने कहा, "दुखद और दुर्भाग्यपूर्ण घटना है। कानून को तोड़ने वालों को बख्शा नहीं जाएगा…" pic.twitter.com/GgNVNpXC3G
— ANI_HindiNews (@AHindinews) November 25, 2024
– સર્વે વખતે સમિતિના સભ્યો અને વકીલો હાજર હતા
સર્વે દરમિયાન મસ્જિદ સમિતિના તમામ સભ્યો અને તેમના વકીલો પણ હાજર રહ્યા હતા અને સર્વે દરમિયાન ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.એડવોકેટ કમિશનનો રિપોર્ટ 29મી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.સર્વેની કામગીરી શરૂ થતાં જ હોબાળો શરૂ થયો હતો.જેના કારણે કેટલાક કામમાં વિલંબ થયો હતો તેમ છતાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદમાં સર્વે કરવા આવેલી ASI ની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ પછી લોકોએ વાહનોને આગ ચાંપી દીધી હતી.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું.આ પછી પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.જિલ્લામાં પ્રતિબંધિત આદેશો લાગુ કરવાની સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
– આખરે શું છે સમગ્ર વિવાદ
સમગ્ર ઘટનાક્રમ અંગે વાત કરીએ તો કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ પછી આ દેશનો ત્રીજો મોટો કેસ છે.જ્યાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદની જગ્યાએ મંદિર છે,કોર્ટમાં ગયા બાદ હવે આ વિવાદ સામે આવ્યો હતો.95 પાનાના દાવામાં હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે હરિહર મંદિરને તોડીને જામા મસ્જિદ બનાવવામાં આવી છે અને મસ્જિદ કમિટી તેનો અનધિકૃત ઉપયોગ કરી રહી છે.હિન્દુ પક્ષનો દાવો છે કે આક્રમણખોર બાબરે 1529માં આ મંદિરને તોડીને મસ્જિદમાં ફેરવી દીધું હતું.વિષ્ણુ શંકર જૈને કહ્યું કે તેમણે ઐતિહાસિક પુરાવા અને હિંદુ આસ્થાના આધારે આ અરજી દાખલ કરી છે.
નોંધનિય છે કે આ મસ્જિદને સંભલની બાબરી મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે,જે વર્ષ 1528માં મંદિરને તોડીને બાબર દ્વારા બનાવવામાં આવી હતી.એવું કહેવાય છે કે તેનું નિર્માણ મીર બેગ દ્વારા કરવામાં આવ્યું હતું,તેમાં મુગલ કાળના સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જે ઐતિહાસિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ સંભલની સૌથી જૂની ઈમારતોમાંથી એક છે પરંતુ અહીં ધાર્મિક વિવાદ હંમેશા રહે છે. સુનાવણી બાદ કોર્ટે આદેશ આપ્યો છે કે એડવોકેટ કમિશનર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના સંભલમાં પથ્થરમારાની ઘટના પર,ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ, મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું, “પથ્થરમારો અને તોડફોડ યોગ્ય નથી.હું સંભલના મુસ્લિમોને શાંતિ જાળવવાની અપીલ કરું છું.ઇસ્લામની શાંતિ.” જ્યાં સુધી કોર્ટની કાર્યવાહીનો સંબંધ છે,તેના મિનારા,દિવાલો અને ગુંબજ પુરાવા છે કે તે એક ઐતિહાસિક મસ્જિદ છે.આપણે કાયદા અને મજબૂત પુરાવા દ્વારા આ કેસ લડીશું અને આપણે આમાં સફળ થઈશું…”
#WATCH बरेली: उत्तर प्रदेश के संभल में हुई पत्थरबाजी की घटना पर ऑल इंडिया मुस्लिम जमात के राष्ट्रीय अध्यक्ष मौलाना शहाबुद्दीन रजवी बरेलवी ने कहा, "…पत्थरबाजी और तोड़फोड़ उचित नहीं है। मैं संभल के मुसलमानों से अपील करता हूं कि वे इस्लाम की अमन-चैन की शिक्षा को बनाए रखें। जहां तक… pic.twitter.com/Dl95ZTpe1X
— ANI_HindiNews (@AHindinews) November 24, 2024