હેડલાઈન :
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત
- પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું
- ભારતે પાંચ મેચની ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
- ભવ્ય વિજય સાથે ભારતીય ટીમે મોટી જીતની સફર શરૂ કરી
- ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહ બીજી ઇનિંગમાં પણ હીરો રહ્યો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પર્થ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવી પાંટ ટેસ્ટની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી છે.સાથે જ ભારતીય ટીમે મોટી જીતની સફર શરૂ કરી છે.
પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી.
ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે, આ સાથે તેણે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
बॉर्डर गावस्कर ट्रॉफी के पहले टेस्ट मैच में भारत ने ऑस्ट्रेलिया को 295 रनों से हराकर 5 टेस्ट मैचों की सीरीज में 1-0 की बढ़त हासिल की।
(फोटो सौजन्य: BCCI) pic.twitter.com/QFMEUa64ZC
— ANI_HindiNews (@AHindinews) November 25, 2024
ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે.ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે, આ સાથે તેણે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.આ મોટી જીત સાથે ભારતીય ટીમે મોટી જીતની સફર શરૂ કરી છે.
નોંધનિય છે કે ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 238 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપનાર કેપ્ટન જસપ્રિત બુમરાહ બીજી ઇનિંગમાં પણ હીરો રહ્યો હતો. આ રીતે ભારતે ઓસ્ટ્રેલિયાના બીજા દાવને 238 રનમાં સમેટીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બુમરાહ અને સિરાજે 3-3, સુંદરે 2 વિકેટ જ્યારે નીતિશ અને હર્ષિતે એક-એક વિકેટ લીધી હતી.
આ પ્રથમ વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયા આ મેદાન પર ટેસ્ટ હાર્યું છે. ઓસ્ટ્રેલિયામાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતને આવી જીત મળી ન હતી. આ પહેલા 1977માં ભારતીય ટીમે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને 222 રનથી હરાવ્યું હતું, જ્યારે એકંદરે આ બીજી સૌથી મોટી જીત છે. ભારતને 2008માં મોહાલીમાં 320 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.