હેડલાઈન :
ગુજરાતમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો
રાજ્યના 8 શહેરોમાં 15 ડિગ્રીથી નિચુ તાપમાન ગયુ
આગામી સમયમાં હજુ તાપમાન ઘટવાની શક્યતાઓ
ગાંધીનગરમાં 11.4 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયુ
અમદાવાદ શહેરમાં 15.9 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયુ
ગુજરાતમાં થોડા મોડેથી પણ ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.જેમાં હાલ રાજ્યના મહત્વના 8 શહેરોનું તાપમાન ઘટ્યુ છે અને 16 ડિગ્રીથી નીચુ ગયુ છે.
રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં અમદાવાદ ,ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.જેમાં રાજ્યના 8 શહેરોમાં તાપમાન 16 ડિગ્રીથી પણ નીચુ ગયુ છે.વાત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડી પડી હતી.તો આ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
પાટનગર ગાંધીનગરમાં સામાન્ય કરતા તાપમાનનો પારો 4 ડિગ્રી જેટલો ઘટ્યો હતો.અને 11.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.તો વળી આગામી એક સપ્તાહ સુધી 15 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે,તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 15.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. તો આગામી મહિનાના પ્રારંભે આ તાપમાનનો પારો ઘટીને 14 ડિગ્રીથી પણ નીચો જવાની સંભાવના છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી ઠંડી નોંધાઈ
- ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન
- ડાંગમાં 13.6 ડિગ્રી તાપમાન
- નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન
- વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન
- રાજકોટમાં 15.0 ડિગ્રી તાપમાન
- પોરબંદરમાં 15.2 ડિગ્રી તાપમાન
- ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન
- જામનગરમાં 16.2 ડિગ્રી તાપમાન
- અમરેલીમાં 16.2 ડિગ્રી તાપમાન
- ભાવનગરમાં 17.2 ડિગ્રી તાપમાન
- ભુજમાં 17.9 ડિગ્રી તાપમાન
- કંડલામાં 18.9 ડિગ્રી તાપમાન
- સુરતમાં 20.4 ડિગ્રી તાપમાન
આ પ્રમાણે હવે ગુજરાતમાં પણ શિયાળો જામતો જાય છે અને ધીમે ધીમે તાપમાનનો પારો નીચો જઈ રહ્યો છે.અને રાજ્યમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટ્યુ છે.જોકે નલિયામાં હજુ પણ તાપમાન 13 ડિગ્રી તાપમાન જોવા મળ્યુ છે.
SORCE : ગુજરાતી જાગરણ