હેડલાઈન :
- સુરતના કોસંબા નજીક સર્જાયો ગોઝારો અકસ્માત
- ખાનગી લક્ઝરી બસ બ્રિજ નીચે ખાડીમાં ખાબકી
- ફાયર વિભાગની ટીમનું દિલ ધડક રેસ્ક્યૂ ઓપરેશન
- 40 જેટલા મુસાફરોને સુરક્ષીત રીતે બહાર કઢાયા
- બસનું પતરુ કાપી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- રાસ્થાનથી મુંબઈ જતી બસને નડ્યો ગોઝારો અકસ્માત
વહેલી સવારે સુરતના કોસંબા નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો,જેમાં એક ખાનગી બસ બ્રિજ નીચે ખાડીમાં ખાબકી હતી.જોકે બચાવ કામગીરી કરી 40 જેટલા મુસાફરોને બસનું પતરુ કાપી રેસ્ક્યૂ કરાયા હતા.
– સુરતના કોસંબા પાસે ગોઝારો અકસ્માત
ગુજરાતમાં એક મોટો અકસ્માત સર્જાયો જેમાં સુરતના કોસંબા પાસે એક ખાનગી લક્ઝરી બસ અચાનક બ્રિજ નીચે ખાડીમાં ખાબકી હતી.ત્યારે બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા,તો લોકોની કિકિયારીઓથી વાતાવરણ ગમગીન બન્યુ હતુ.આ અકસ્મતને લઈ સ્થાનિક ફાયર વિભાગની ટીમ ત્વરિત દોડી આવી હતી.
– મુસાફરોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફાયર વિભાગના જવાનોએ બસનુ પતરુ ચીરીને 40 જેટલા નુસાફરોને સલામત રીતે બહાર કઢાયા હતા.તો બે મુસાફરોને ગંભાર ઈજા થતા તેમને સારવારની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર ખાનગી બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી તે દરમિયાન સુરતના કોસંબા પાસે અકસ્માત નડ્યો હતો.બસ ચાલકને ઝોકુ આવી જતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યુ છે.તો ડ્રાઈવર ભાગી છૂટ્યો હોવીનુ પણ જાણવા મળી રહ્યુ છે.
ફાટર વિભાગ અનુસાર બુધવારે વહેલી સવારે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો.કે મુસાફર ભરેલી એક ખાનગી બસ કોસંબા પાસે એક ખાડીમાં ખાબકી છે.કોલ મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ધરણે ઘટના સ્થળે પહોંચી હતી અને મુસાફરોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
SORCE : ગુજરાત સમાચાર