હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના સંભલ હિંસાનો મામલો
- CM યોગી આદિત્યનાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક
- સંભલ હિંસાના ઉપદ્રવીઓ સામે કાર્યવાહીના આદેશ
- યોગી સરકારે કડક કાર્યવાહીના આદેશ કર્યા
- પોસ્ટર લગાવવા,ઈનામ જાહેર કરવા આદેશ
- પથ્થરમારો કરનાર 100 જેટલા ઉપદ્રવીઓની ઓળખ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.હિંસામાં સંડોવાયેલા પથ્થરબાજો અને અન્ય આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના સંભલમાં પથ્થરમારો કરવાવળા 100 થી વધુ ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી છે.ત્યારે યોગી સરકાર તેમના સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે.જેમાં પોસ્ટર લગાવી ઈનામ જાહેર કરવા અને નુકસાનની વસૂલી કરવા આદેશ અપાયા છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબાતે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી અધઇકારીઓને નિર્દેશ આપ્યો છે કે ખૂબ જ ઝડપથી ઓળખ થયેલ આરોપીઓના જાહેર સ્થળો પર પોસ્ટરો લગાવવામાં આવે અને ઉપદ્રવીઓના આતંક વખતે જે પણ સંપત્તિને નુકસાન થયુ છે તેની વસૂલાત કરવામાં આવશે.નોંધનિય છે કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પહેલાથી જ ઉપદ્રવીઓ સામે નિકસાન વસૂલીનો આદેશ જારી કરી ચૂકી છે.અને ફરાર ઉપદ્રવીઓ પર ઈનામ પણ જાહેર કરી શકે છે.
#WATCH मुरादाबाद: मुरादाबाद कमिश्नर अनंजय कुमार सिंह ने संभल घटना पर प्रशासन की जांच पर बताया, "मृतकों के परिजनों को आमंत्रित किया है। अगर वे FIR दर्ज़ करेंगे तो हम FIR दर्ज़ जरूर करेंगे। 4 लोगों का मारा जाना दुखद है।" pic.twitter.com/vegnDbux8Y
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
ઉપદ્રવીઓ પર ઈનામમુરાદાબાદના કમિશનર અનંજય કુમાર સિંહે સંભલ ઘટના પર પ્રશાસનની તપાસ પર કહ્યું, “અમે મૃતકોના સંબંધીઓને આમંત્રણ આપ્યું છે. જો તેઓ એફઆઈઆર દાખલ કરશે, તો અમે ચોક્કસપણે એફઆઈઆર દાખલ કરીશું. 4 લોકોના મૃત્યુ દુઃખદ છે.” પણ જાહેર કરી શકે છે.
#WATCH मुरादाबाद: मुरादाबाद कमिश्नर अनंजय कुमार सिंह ने संभल घटना पर प्रशासन की जांच पर बताया, "कल तक घटना में 3 नाबालिगों का नाम सामने आया है। नाबालिगों के साथ हम काउंसलिंग की चीजें ही कर रहे हैं। इसके अलावा अभी तक जिन 27 लोगों की गिरफ़्तारी हुई है, उनके संबंध में हम कोर्ट के… pic.twitter.com/RMjXSvFMD2
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
મુરાદાબાદના કમિશનર અનંજય કુમાર સિંહે સંભલ ઘટના પર પ્રશાસનની તપાસ પર કહ્યું, “ગઈકાલ સુધી, ઘટનામાં 3 સગીરોના નામ સામે આવ્યા છે. અમે માત્ર સગીરોનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ. આ સિવાય 27 લોકો જેઓ પાસે છે. અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે “અમે આ સંદર્ભે કોર્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી રહ્યા છીએ. એક ખતરનાક છરી મળી આવી છે. અમે જે ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે તે રિકવર કરવામાં આવી રહ્યા છે.”
નોંધનિય એ પણ છે કે શાહી જામા મસ્જિદના પૂર્વમાં પરિહર મંદિર હોવાના વિવાદ પર કોર્ટે રમેશ માધવને કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા છે.અને ગત રવિવારે તેમની ટીમ જ્યારે બજી વખત સર્વે માટે જામા મસ્જિદ પહોંચી ત્યારે હોબાળો થયો અને ઉપદ્રવીઓએ પથ્થરમારો,ફાયરિંગ અને આગચંપી કરી હતી.
આ હિસા દરમિયાન ચાર લોકોના મોત થયા તો કેટલાક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.તો સોમવારે પોલીસે સમાજવાદી સાંસદ જિયાઉરહેમાન બર્ક,ધારાસભ્ય પુત્ર સુહેલ ઈકબાલ સહિત 2500 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.હિંસા દરમિયા થયેલ નુકસાનની ભરપાઈ આ ઉપદ્રવિઓ પાસેથી કરવામાં આવે તેવો નિર્ણય પણ બેઠકમાં કરાયો છે. તો પોલીસે ઉપદ્રવીઓની ઓળખ માટે મંગળવારે મસ્જિદની પાછળ તેમજ આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવા ફૂટેજ પણ એકત્ર કર્યા છે.જોકે ઉપદ્રવીઓએ તોફાન દરમિયાન કેટલાક કેમેરા પણ તોડી નાંખ્યા હતા.
SORCE : હિન્દુસ્તાન સમાચાર