હેડલાઈન :
- સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર હંગામો
- લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો
- ફરી એકવાર સંસદ વિપક્ષના હોબાળાની ભેટ ચડ્યુ
- લોકસભા બાદ રાજ્યસભા પણ ગુરુવાર સુધી સ્થગિત
- સંભલ અને અદાણી કેસ પર ચર્ચા કરવા વિપક્ષની માગ
સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર વિપક્ષે હંગામો કરતા ગૃહ હોબાળાનો ભોગ બન્યુ હતુ.લોકસભા બાદ રાજ્યસભા પણ આવતી કાલ સુધી સ્થગિત કરવી પડી હતી.
– સંસદનું શિયાળુ સત્ર હોબાળાની ભેટ ચડ્યુ
સંસદમાં હાલ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે 25 નવેમ્બરના રોજ શરૂ થયેલું સંસદ સત્ર હંગામાથી પ્રભાવિત રહ્યુ છે.ત્યારે આજે બુધવારે પણ સંસદગૃહ હોબાળાની ભેટ ચડ્યુ હતુ.અને આવતી કાલ 11 વાગ્યા સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.લોકસભાની જેમ રાજ્યસભામાં પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. હંગામાને જોતા રાજ્યસભાને પહેલા 11 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
– સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો
આ દિવસોમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે.બુધવારે બીજા દિવસે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો.લોકસભા અને રાજ્યસભામાં આજે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો,જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.વાસ્તવમાં,લોકસભામાં ચર્ચા શરૂ થતાં જ વિપક્ષનો હંગામો થયો હતો.આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.આ પછી પણ જ્યારે 12 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.ત્યારબાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષી સાંસદોની માંગ હતી કે સંભલ અને અદાણી કેસ પર ચર્ચા થવી જોઈએ.
– મણિપુર,સંભલ અને અદાણી મુદ્દે ચર્ચાની માંગ
અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું, “સંસદની વારંવાર સ્થગિત કરવી રાષ્ટ્રીય હિતમાં ન હોઈ શકે. ભ્રષ્ટાચાર પર ચર્ચા કરવી તે રાષ્ટ્રીય હિતમાં છે… સરકારને આ મુદ્દા પર ચર્ચા કરવામાં શું વાંધો છે? શબ્દ ‘અદાણી’ સંભાલની ઘટના અને મણિપુરની હિંસા પર સંસદમાં ચર્ચા થવી જોઈએ કેમ સરકાર ડરે છે… સંસદમાં ચર્ચા થાય અને જવાબદારી પણ નક્કી થાય તે જરૂરી છે
– લોકસભા અધ્યક્ષની ચર્ચા કરવા ખાતરી
વિપક્ષી સાંસદોની માંગ પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે અમે દરેક મુદ્દા પર ચર્ચા કરીશું,પરંતુ ગૃહને ચાલવા દો.લોકસભાની જેમ રાજ્યસભામાં પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો.હંગામાને જોતા રાજ્યસભા પહેલા 11 વાગે અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
– રાહુલ ગાંધીએ શું કહ્યુ
સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશમાં નાના-નાના આરોપમાં લોકોની ધરપકડ કરવામાં આવે છે,જ્યારે અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાંચ લેવાના ગંભીર આરોપ છે. તે જેલમાં હોવો જોઈએ અને સરકાર તેને બચાવી રહી છે. અમારી માંગણી છે કે તેની ધરપકડ કરવામાં આવે.