હેડલાઈન :
- મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ
- પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટુ નિવેદન
- “મેં પોતાને ક્યારેય મુખ્યમંત્રી તરીકે નથી માન્યો”
- “જનાદેશ માટે મહારાષ્ટ્રની જનતાનો આભાર”
- “નરેન્દ્ર મોદી-અમિત શાહનો દરેક નિર્ણય સ્વીકાર્ય”
- “લોકોનું મહાયુતિને તેના વિકાસ કાર્યો માટે સમર્થન”
- “અમે લાડકી બેહન સ્કીમ લઈને આવ્યા છીએ”
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈ ગરમાયેલા માહોલ અને સસ્પેન્સ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યુ કે મેં પોતાને ક્યારેય પણ પોતાને મુખ્યમંત્રી તરીકે નથી માન્યો,નરેન્દ્ર મોદી-અમિત શાહનો દરેક નિર્ણય સ્વીકાર્ય છે.
ठाणे: महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "मैंने हमेशा एक कार्यकर्ता के तौर पर काम किया है। मैंने कभी खुद को मुख्यमंत्री नहीं माना। CM का मतलब कॉमन मैन होता है, मैंने यही सोचकर काम किया…हमें लोगों के लिए काम करना चाहिए…" pic.twitter.com/8fAPod6w3b
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ આજે થાણેમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી.આ દરમિયાન તેમણે આટલા મોટા જનાદેશ માટે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું કે,લોકોએ મહાયુતિને તેના વિકાસ કાર્યો માટે સમર્થન આપ્યું છે.તેમણે કહ્યું કે અમે જે કામ મહા વિકાસ આઘાડીએ બંધ કરી દીધું હતું તે કામ ફરી શરૂ કર્યું અને તેથી જ અમને જનતાનું સમર્થન મળ્યું.તેમણે કહ્યું કે અમારા કાર્યકરોએ પણ ખૂબ મહેનત કરી.તેમણે કહ્યું કે મેં મુખ્યમંત્રી તરીકે નહીં,પરંતુ સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે.સામાન્ય લોકોને જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તે સમજીને અમે કામ કર્યું.
#WATCH ठाणे: महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "केंद्र और राज्य सरकार मिलकर बहुत आगे बढ़ेंगे और निश्चित रूप से महायुति की सरकार स्थापित होगी…कल मैंने पीएम से भी बात की है मैंने कहा कि सरकार बनाने में हमारी तरफ से कोई अड़चन नहीं है। आप निर्णय लीजिए, बीजेपी… pic.twitter.com/sPcNtXkDWy
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
#WATCH ठाणे: महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "आज हमारे राज्य में महायुति को जो जीत हासिल हुई, उसके लिए मैं सभी मतादाताओं को धन्यवाद करता हूं। यह अभूतपूर्व जीत है…मैंने कभी खुद को मुख्यमंत्री नहीं माना। CM का मतलब कॉमन मैन होता है। मैंने कार्यकर्ता के रूप… pic.twitter.com/jG9lprjWGB
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે મેં મારી જાતને ક્યારેય સીએમ નથી માન્યું.અમે સામાન્ય લોકો તરીકે કામ કર્યું.આ કારણે અમે ઘણી મોટી યોજનાઓ પર કામ કર્યું.અમે લાડકી બેહન સ્કીમ લઈને આવ્યા છીએ.અમે સરકાર વતી પરિવારના દરેક સભ્યને કંઈક આપવાનું કામ કર્યું છે.તેમણે કહ્યું કે અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું સંપૂર્ણ સમર્થન છે.બંનેએ અમને જનતા માટે કામ કરવાનું કહ્યું અને અમે કર્યું.તેમણે અમને મુખ્યમંત્રીની જવાબદારી આપી અને મેં દરેક ક્ષણે જનતા માટે કામ કર્યું.અમે કેન્દ્રની મદદથી રાજ્યની પ્રગતિનું સ્તર વધાર્યું છે.
વધુમાં શિંદેએ કહ્યું કે અમે સાથે મળીને કામ કરનારા લોકો છીએ.કોણ ક્યાં ગયું,શું થયું તેની ચર્ચા નથી કરતા.અમે મહારાષ્ટ્રને નંબર વન બનાવવા માટે કામ કર્યું.વડાપ્રધાન અમારી સાથે અડગ ઊભા હતા.મારા અઢી વર્ષ મારા માટે ઐતિહાસિક રહ્યા છે.તેમણે દાવો કર્યો હતો કે હું જે પણ કામ કરીશ તે મહારાષ્ટ્રના લોકો માટે કરીશ.તેમણે વારંવાર ભાર મૂક્યો કે અમે સખત મહેનત કરી અને તેથી જ મોટી જીત મેળવી.
#WATCH ठाणे: महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "कल गृह मंत्री अमित शाह के साथ हमारे तीनों दलों की बैठक होगी और उसमें विस्तार से चर्चा होगी और उसके बाद निर्णय लिया जाएगा…" pic.twitter.com/yKYIUmlgef
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
તેમણે કહ્યું કે રાજ્યને આગળ લઈ જવા માટે કેન્દ્રની મદદ જરૂરી છે અને કેન્દ્રએ હંમેશા અમને સાથ આપ્યો છે.તેમના તરફથી તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ પ્રશ્ન ક્યાંય અટક્યો નથી.સરકાર રચવામાં કોઈ અવરોધ નથી.તેમણે કહ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો.મેં કહ્યું કે અમે બધા એનડીએના નેતા છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકાર બનાવવામાં મારા તરફથી કોઈ અવરોધ નથી.અમે સાથે મળીને કામ કરવા જઈ રહ્યા છીએ.બંને મુખ્યમંત્રીને લઈને જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું તેમાં અમને કોઈ વાંધો નથી કે કોઈ રોષ નથી.