હેડલાઈન :
- ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની વયના બાળકોને લઈ નિર્ણય
- બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ
- TikTok,Facebook,Snapchat,Reddit,X,Instagram પ્લેટફોર્મ
- બાળકોને એકાઉન્ટ્સ રાખવા બદલ US $ 33 મિલિયનનો દંડ
- બુધવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બિલને મંજૂરી આપી હતી
ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયયોગ પર પ્રતિબંધ મુકવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં ઘણા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
– કયા કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ
આ કાયદા હેઠળ, TikTok, Facebook, Snapchat, Reddit, X અને Instagram સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ વેબસાઇટ્સ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ્સ રાખવાથી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ US $ 33 મિલિયનનો દંડ ચૂકવવો પડશે.
– ઓસ્ટ્રેલિયન સેનેટે પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો
ઓસ્ટ્રેલિયન સેનેટે ગુરુવારે નાના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો.આ સાથે ઓસ્ટ્રેલિયા આ પ્રકારનો કાયદો ઘડનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા બુધવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બિલને 13 વિરૂદ્ધ 102 વોટથી મંજૂરી આપી હતી.
આ કાયદા
– કાયદાના ભંગ બદલ કેટલો થશે દંડ
આ કાયદા હેઠળ, TikTok, Facebook, Snapchat, Reddit, X અને Instagram સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ વેબસાઇટ્સ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ્સ રાખવાથી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ US $ 33 મિલિયનનો દંડ ચૂકવવો પડશે. જો કે, YouTube ને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે કારણ કે તેનો ઉપયોગ શાળાઓમાં થાય છે.
પ્રતિબંધને ગોપનીયતાના હિમાયતીઓ અને કેટલાક બાળ અધિકાર જૂથોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નવીનતમ સર્વેક્ષણો અનુસાર, 77 ટકા વસ્તી તેને ઇચ્છતી હતી.દેશના સૌથી મોટા અખબાર પ્રકાશક રુપર્ટ મર્ડોકના ન્યૂઝ કોર્પની આગેવાની હેઠળ “લેટ ધેમ બી કિડ્સ” નામની ઝુંબેશ સાથે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયાએ પ્રતિબંધને સમર્થન આપ્યું છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર