હેડલાઈન :
- સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ
- INS અરિહંતનું પહેલીવાર K-4 SLBM નું સફળ પરીક્ષણ
- ભારતીય બેલેસ્ટિક મિસાઈલની રેન્જ 3,500 કિલોમીટર
- મિસાઈલનું વજન 17 ટન અને તેની લંબાઈ 39 ફૂટ
- 2500 કિલો સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર સાથે ઉડાનની સક્ષમતા
- દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરવાની ખાસિયત
- જમીની સ્થિતિ સારી ન હોય તો પાણીમાં સબમરીન હુમલો કરી શકે
ભારતના દુશ્મનોની હવે ખેર નથી કારણ કે સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ તેના થકી ભારતની દરિયાઈ તાકાત વધી છે.
ભારતના દુશ્મનોની હવે ખેર નથી. કારણ કે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય નેવીએ પોતાની ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS અરિહંતનું પહેલીવાર K-4 SLBM નું સફળ પરીક્ષણ કર્યું છે.એટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ 3 હજાર 500 કિલોમીટર છે.તો આ મિસાઈલની ખાસિયત એ છે કે,તે દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરે છે.જો જમીન પર સ્થિતિ સારી ન હોય તો પાણીની અંદરથી પણ સબમરીન હુમલો કરી શકે છે.
INS અરિહંત અને અરિઘાટ સબમરીનોમાં ચાર વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ છે.જેના કારણે તે લોન્ચ થાય છે. આ મિસાઈલનું વજન 17 ટન છે અને તેની લંબાઈ 39 ફૂટ છે.તેનો વ્યાસ 4.3 મીટર છે.તે 2500 કિલો વજનના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે. તેની ઓપરેશનલ રેન્જ ચાર હજાર કિલોમીટર છે.
ભારતે પોતાની સ્વદેશી K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી છે. તે લાંબા અંતરની પરમાણુ મિસાઈલ છે. તેને INS અરિઘાટ નામની સબમરીનથી બંગાળની ખાડીમાં છોડવામાં આવ્યું હતું. આ પરીક્ષણ સાથે, ભારત દક્ષિણ-પૂર્વ એશિયામાં એક મજબૂત વ્યૂહાત્મક શક્તિ બની ગયું છે. બુધવારે સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ SFC દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ સાથે ભારત એવા કેટલાક દેશોમાંથી એક બની ગયું છે જે સબમરીનમાંથી પરમાણુ મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે.
અગાઉ પણ 15 જાન્યુઆરી 2010ના રોજ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પાણીના 160 ફૂટ અંદર પોન્ટૂન બનાવીને ત્યાંથી તેનું સફળ ડેવલપમેન્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ 7 માર્ચ 2016ના રોજ બીજું સફળ ટેસ્ટ લોન્ચ થયું.જયારે 2016માં INS અરિહંતથી 700 કિમીની રેન્જ માટે સફળ ટ્રાયલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
17 ડિસેમ્બર 2017ના રોજ પાણીની અંદર પોન્ટૂનથી લોન્ચિંગ થઈ હતી પરંતુ તે અસફળ રહ્યું હતું. ત્યારબાદ 19 જાન્યુઆરી 2020 ના રોજ પણ પોન્ટૂનથી જ 3 હજાર 500 કિમીની રેન્જ માટે પાંચમી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. જયારે 2020માં છઠ્ઠી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ હવે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.