હેડલાઈન :
- બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાત તોફાનમાં ફેરવાશે
- વાવાઝોડું ફેંગલ આજે તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠે ટકરાશે
- IMD અનુસાર 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
- તમિલનાડુ અને પુડુચેરીના ઘણા ભાગોમાં વરસાદ શરૂ થયો
- વાવાઝોડા ફેંગલની અસરને લઈ દરિયામાં કરંટ જોવા મળ્યો
- ચક્રવાત ફેંગલની અસરથી દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યા
દેશભરમાં એક તરફ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.તો વળી બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ફેંગલ નામના ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરવા જઈ રહ્યું છે.
चक्रवाती तूफान 'फेंगल' बंगाल की खाड़ी के दक्षिण-पश्चिम में अक्षांश 11.8°N और देशांतर 81.7°E के पास चेन्नई से लगभग 210 किमी. दक्षिण-पूर्व में मौजूद है। यह पश्चिम-उत्तर-पश्चिम की ओर बढ़ेगा और 30 नवंबर की दोपहर को चक्रवाती तूफान के रूप में पुडुचेरी के पास कराईकल और महाबलीपुरम के बीच… pic.twitter.com/vNFfETz3T2
— ANI_HindiNews (@AHindinews) November 30, 2024
#WATCH चेन्नई रडार में चक्रवात फेंगल के बादलों का थ्री डाइमेंशनल वीडियो।
चक्रवात फेंगल के प्रभाव के कारण, कई तटीय क्षेत्रों में उच्च ज्वार और बारिश के साथ मौसम में बदलाव देखा गया। भारतीय मौसम विज्ञान विभाग (IMD) के अनुसार, चक्रवात फेंगल कल शाम तटीय क्षेत्र से टकराएगा।
(स्रोत -… pic.twitter.com/4x9ibRyKdV
— ANI_HindiNews (@AHindinews) November 29, 2024
ફેંગલ આજે પુડુચેરી-તામિલનાડુ સાથે ટકરાશે ત્યારે આ વિસ્તારમાં અંદાજે 90kmphની ઝડપે પવન ફૂંકાશે જેને લઈ પ્રભાવિત વિસ્તારોમાં આજે શાળા-કોલેજો બંધ રાખવા નિર્ણય કરાયો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં આવેલું ચક્રવાતી તોફાન ફેંગલ આજે શનિવારે બપોરે પુડુચેરી નજીકના દરિયાકાંઠે ટકરાશે.
#WATCH पुडुचेरी: चक्रवात फेंगल के प्रभाव के कारण कई तटीय क्षेत्रों में उच्च ज्वार और बारिश के साथ मौसम में परिवर्तन देखा गया।
IMD के अनुसार चक्रवाती तूफान 'फेंगल' आज दोपहर उत्तर तमिलनाडु-पुडुचेरी तटों को पार करेगा। pic.twitter.com/cG6SZJ5Kms
— ANI_HindiNews (@AHindinews) November 30, 2024
આવનારા કલાકોમાં ઘણા રાજ્યોમાં આની અસર થવાની સંભાવના છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં આવેલું ચક્રવાતી તોફાન ફેંગલ શનિવારે બપોરે પુડુચેરી નજીકના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.ચક્રવાતી તોફાન ફેંગલ આજે સાંજ સુધીમાં પુડુચેરીમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.જો કે આ પહેલા જ ફંગલની અસરથી હવામાનમાં ફેરફાર થવા લાગ્યો છે.જેના કારણે દરિયા કિનારે ઉથલપાથલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.તમિલનાડુ અને પુડુચેરીના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યા છે.હવામાન વિભાગે લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ફેંગલની અસરને કારણે પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
#WATCH चेन्नई: चक्रवात फेंगल के प्रभाव के कारण कई तटीय क्षेत्रों में तेज़ हवा और बारिश देखने को मिल रही है। pic.twitter.com/YyK2xpwxWM
— ANI_HindiNews (@AHindinews) November 30, 2024
ચક્રવાતી તોફાન ‘ફેંગલ’ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં 11.8°N અક્ષાંશ અને રેખાંશ 81.7°E નજીક આવેલું છે,જે ચેન્નાઈથી લગભગ 210 કિમી દૂર છે.દક્ષિણ-પૂર્વમાં છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 30 નવેમ્બર એટલે કે આજે શનિવારના રોજ બપોરના સમયે કરાઇકલ અને પુડુચેરી નજીક મહાબલીપુરમ વચ્ચે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાને પાર કરશે તેવખતે પવનની ઝડપ 70-80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે તેમ કેન્દ્રીય હવામાન વિભાગ IMD એ જણાવ્યુ છે.
#WATCH पुडुचेरी: चक्रवात फेंगल के प्रभाव से कई तटीय क्षेत्रों में समुद्र में हाई टाइड देखी गई। वीडियो पुडुचेरी के समुद्र तट क्षेत्र से है। pic.twitter.com/g0DhvfTGQv
— ANI_HindiNews (@AHindinews) November 30, 2024
ચક્રવાત ફેંગલની અસરને કારણે,ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉચ્ચ ભરતી અને વરસાદ સાથે હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હતો.ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર,ચક્રવાત ફેંગલ દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકશે.જેથી ચેન્નાઈ,તમિલનાડુમાં ચક્રવાતી તોફાન ‘ફાંગલ’ની અસરને કારણે ચેન્નાઈ શહેરના હવામાનમાં પલટો આવ્યો છે.ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભરતી અને વરસાદ સાથે હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે.તો ચેન્નઈ શહેરના કોયમ્બેડુ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ લાવ્યો હતો.ચક્રવાત ફેંગલને પગલે સમુદ્રમાં ઊંચા મોજા અને જોરદાર પવન જોવા મળી રહ્યા છે.માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે,જેના કારણે બોટ કિનારા પર ફસાઈ ગઈ છે.