હેડલાઈન :
- રાજ્યના કર્મચારી-અધિકારીઓ માટે સારા સમાચાર
- CM ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી-અધિકારી હિતલક્ષી નિર્ણય
- નિવૃત્તિ-અવસાન ગ્રેજ્યુઈટીની મર્યાદામાં 25 ટકાનો વધારો
- કેન્દ્ર સરકારના ધોરણે રાજ્યના કર્મચારી-અધિકારીઓને લાભ
- નાણાં વિભાગે રજૂ કરેલી દરખાસ્તને CM ની અનુમતિ મળી
- સરકારને નિર્ણયને પરિણામે વાર્ષિક રૂ.53.15 કરોડનું ભારણ
કેન્દ્ર સરકારના ધોરણે રાજ્યના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી-અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ.20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ.25 લાખની મર્યાદામાં આપવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ 1લી જાન્યુઆરી,2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે.
મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે.રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ.53.15કરોડનું ભારણ આવશે.