હેડલાઈન :
- PM નરેન્દ્ર મોદી ‘ધ સાબરમતી રિપોર્ટ’ફિલ્મ નિહાળશે
- ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’
- વડાપ્રધાન મોદીની સાથે લોકસભા અધ્યક્ષ પણ જોડાશે
- સંસદ ભવનના બાલ યોગી ઓડિટોરિયમમાં નિહાળશે ફિલ્મ
- ધ સાબરમતી રિપોર્ટ દર્શકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે સાંજે સંસદ ભવનના બાલ યોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે,તેમની સાથે સ્પીકર ઓમ બિરલા અને અન્ય નેતાઓ સાથે જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે સોમવારે સાંજે 7 વાગ્યે સંસદભવનના બાલ યોગી ઓડિટોરિયમમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળશે.આ પ્રસંગે તેમની સાથે અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ આવશે.આ ફિલ્મ 2002ની ગોધરાકાંડની ઘટના પર આધારિત છે. ત્યારે ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટનામાં 60થી વધુ કાર સેવકોના દાઝી જવાથી મોત થયા હતા.આ પછી રાજ્યમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા.જેમાં હજારો લોકોના મોત થયા હતા.આ ઘટનાઓએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. હતુ.
નોંધનિય છે કે સાબરમતી રિપોર્ટ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવ્યો છે.દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.આ ફિલ્મમાં વિક્રાંત મેસીએ પત્રકારની ભૂમિકા ભજવી છે. જો કે વિક્રાંતના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. વિક્રાંતે સોમવારે સવારે એક પોસ્ટમાં કહ્યું કે તે હવે એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.