હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા પહેલા AAP ને મળ્યો મોટો ચહેરો
- જાણીતા શિક્ષણવિદ્ અવધ ઓઝા AAP માં જોડાયા
- અરવિંદ કેજરીવાલે ખેસ થકી અવધ ઓઝાને આવકાર્યા
- અરવિંદ કેજરીવાલ સાઠે મનિષ સિસોદિયા હાજર રહ્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રખ્યાત શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.ત્યારે કેજરીવાલે તેમનું સ્વાગત કર્યું, આ દરમિયાન મનીષ સિસોદિયા પણ હાજર હતા.
#WATCH अवध ओझा AAP पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल और AAP नेता मनीष सिसोदिया की मौजूदगी में आम आदमी पार्टी में शामिल हुए। pic.twitter.com/CWQVLNqn0U
— ANI_HindiNews (@AHindinews) December 2, 2024
#WATCH AAP में शामिल होने के बाद अवध ओझा ने कहा, "मैं अरविंद केजरीवाल और मनीष सिसोदिया का धन्यवाद देता हूं कि उन्होंने मुझे राजनीति में आकर शिक्षा के लिए काम करने का अवसर दिया। शिक्षा एक ऐसा माध्यम है जो परिवार समाज और राष्ट्र की आत्मा है। जितने भी देश दुनिया में महान हुए उनकी… https://t.co/mihvimJYFR pic.twitter.com/ShjJdZpkWf
— ANI_HindiNews (@AHindinews) December 2, 2024
AAPમાં જોડાયા બાદ અવધ ઓઝાએ કહ્યું કે હું અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો આભાર માનું છું કે તેમણે મને રાજકારણમાં આવવા અને શિક્ષણ માટે કામ કરવાની તક આપી.શિક્ષણ એક એવું માધ્યમ છે જે પરિવાર,સમાજ અને રાષ્ટ્રનો આત્મા છે.તેમણે કહ્યું કે વિશ્વમાં જે પણ દેશો મહાન બન્યા તેમની પૃષ્ઠભૂમિમાં ક્યાંક નેક્યાંક શિક્ષણનું યોગદાન છે.આજે, મારી રાજકીય ઇનિંગની શરૂઆતમાં,હું એક વાત શેર કરવા માંગુ છું કે રાજકારણમાં આવીને શિક્ષણનો વિકાસ એ મારો શ્રેષ્ઠ ઉદ્દેશ્ય છે.
#WATCH AAP में शामिल होने के बाद अवध ओझा ने कहा, "दिल्ली के सरकारी स्कूल में 12वीं का रिजल्ट 97% है। 2015 में सरकारी स्कूल के केवल 15 बच्चों ने IIT-JEE MAINS क्वालीफाई किया था, इस बार 783 रहा। मेरा हमेशा नारा है कि शिक्षा शेरनी का दूध है जो पीएगा वो दहाड़ेगा।" https://t.co/mihvimJYFR pic.twitter.com/XqsH3uoyVd
— ANI_HindiNews (@AHindinews) December 2, 2024
તેમણે વધુમાં કહ્યુ કે “દિલ્હીની સરકારી શાળામાં 12માનું પરિણામ 97 ટકા છે.2015માં,સરકારી શાળાના માત્ર 15 બાળકોએ IIT-JEE મેઈન્સમાં લાયકાત મેળવી હતી,આ વખતે તે 783 છે.મારું સૂત્ર હંમેશા છે કે શિક્ષણએ સિંહણનું દૂધ છે અને જે પીશે તે ગર્જના કરશે.”
– અવધ ઓઝાનો પરિચય
અવધ ઓઝા દેશના સૌથી પ્રખ્યાત શિક્ષકોમાંના એક છે. તે UPSC કોચ,YouTuber અને શિક્ષક તરીકે કામ કરે છે. UPSC પરીક્ષામાં પડકારોનો સામનો કર્યા પછી, તેમણે અલ્હાબાદની કોચિંગ સંસ્થાઓમાં ભણાવવાનું શરૂ કર્યું.COVID-19 રોગચાળા દરમિયાન,જ્યારે ઑફલાઇન વર્ગો સ્થગિત કરવામાં આવ્યા હતા,ત્યારે તેમણે ઐતિહાસિક ઘટનાઓ,ભૌગોલિક રાજકીય વલણો અને વર્તમાન બાબતોને જોડતી તેમની અનન્ય શિક્ષણ પદ્ધતિને કારણે YouTube પર નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી.તેમણે નવી દિલ્હીમાં ઘણી જાણીતી IAS કોચિંગ સંસ્થાઓમાં ભણાવ્યું છે.2019 માં,તેમણે મહારાષ્ટ્રના પુણેમાં IQRA IAS એકેડમીની સ્થાપના કરી.