હેડલાઈન :
- દેશમાં ફરી એકવાર વેગ પકડવા જઈ રહ્યુ છે ખેડૂતોનું આંદોલન
- UP,પંજાબ,સહિતના રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ વળ્યા
- આંદોલનકારી ખેડૂતોને સુપ્રીમ કાર્ટ તરફથી સૂચક ટકોર
- આંદોલનથી અન્ય કોઈ લોકોને તકલીફ ન પડવી જોઈએ
- ‘વિરોધ કરી રહેલા ખેડૂતોને રાજમાર્ગો બ્લોક ન કરવા સમજાવો
- ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની પણ દેશના ખેડૂતો જોગ અપીલ
સુપ્રીમ કોર્ટે સોમવારે ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ અને અન્ય ખેડૂત નેતાઓને કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન જોઈએ.
#WATCH उत्तर प्रदेश: पुलिस ने नोएडा में दलित प्रेरणा स्थल पर बैरिकेड्स लगा दिए हैं, ताकि नोएडा और ग्रेटर नोएडा के बीच सड़क को अवरुद्ध किया जा सके क्योंकि उत्तर प्रदेश के किसान आज से दिल्ली की ओर मार्च शुरू कर रहे हैं। pic.twitter.com/TFILjwkKs6
— ANI_HindiNews (@AHindinews) December 2, 2024
– દેશમાં ફરી વેગ પકડતુ ખેડૂત આંદોલન
દિલ્હી સહિતના રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન ફરી એકવાર વેગ પકડવા જઇ રહ્યું છે.આજે એટલે કે 2જી નવેમ્બરે ખેડૂતો દિલ્હી તરફ વળ્યા છે.હજારો ખેડૂતો દિલ્હીમાં કૂચ કરવા માટે તૈયાર છે.ખેડૂતોને રોકવા માટે દિલ્હી પોલીસે બોર્ડર પર બેરિકેડ પણ લગાવી દીધા છે.
– સુપ્રીમ કોર્ટની આંદોલનકારી ખેડૂતોને સૂચના
સુપ્રીમ કોર્ટે સોમવારે ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ અને અન્ય ખેડૂત નેતાઓને કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન જોઈએ.સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતાઓને કહ્યું હતું કે ‘વિરોધ કરી રહેલા ખેડૂતોને રાજમાર્ગો બ્લોક ન કરવા અને લોકોને અસુવિધા ન થાય તે માટે સમજાવવા.’વાસ્તવમાં, ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. સોમવારે આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે તેની સુનાવણી કરી હતી.બેન્ચે કહ્યું કે તે અત્યારે દલ્લેવાલની અરજી પર વિચાર કરી રહી નથી,પરંતુ તેઓ પછીથી તેનો સંપર્ક કરી શકે છે.
– આંદોલનથી અન્યો લોકોને તકલીફ ન પડે
સુપ્રીમ કોર્ટે સોમવારે ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ અને અન્ય ખેડૂત નેતાઓને કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન જોઈએ. સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતાઓને કહ્યું હતું કે ‘વિરોધ કરી રહેલા ખેડૂતોને રાજમાર્ગો બ્લોક ન કરવા અને લોકોને અસુવિધા ન થાય તે માટે સમજાવવા.’ વાસ્તવમાં, ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. સોમવારે આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે તેની સુનાવણી કરી હતી.
– લોકશાહી પ્રણાલીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી શકો
લોકશાહી પ્રણાલીમાં વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ…બેન્ચે કહ્યું,’અમે નોંધ્યું છે કે દલ્લેવાલને મુક્ત કરવામાં આવ્યો છે અને તેણે શનિવારે એક સાથી પ્રદર્શનકારીને પણ આમરણાંત ઉપવાસ સમાપ્ત કરવા માટે સમજાવ્યા છે.બેન્ચે કહ્યું કે ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની કોર્ટે નોંધ લીધી છે અને તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.બેન્ચે અરજદાર દલ્લેવાલના વકીલને કહ્યું કે ‘લોકશાહી પ્રણાલીમાં તમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી શકો છો,પરંતુ તેનાથી લોકોને અસુવિધા ન થવી જોઈએ.ખેડૂતોનો વિરોધ સાચો છે કે ખોટો, અમે તેના પર ટિપ્પણી કરી રહ્યા નથી.
– ખેડૂતોની કઈ છે મુખ્ય માંગણીઓ
પ્રદર્શનકારીઓએ કેન્દ્ર પર તેમની માંગણીઓ પૂરી કરવા માટે પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે.MSP માટેની કાનૂની ગેરંટી ઉપરાંત,ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ,ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેત લોન માફી,જમીન સંપાદન અધિનિયમ,2013ની પુનઃસ્થાપના અને 2020-21માં અગાઉના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો માટે વળતર પણ ઇચ્છે છે.પરિવારોને વળતરની માંગણી કરી હતી.
– ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની ખેડૂતોને અપીલ
આ વચ્ચે ઉલ્લેખનિય એ પણ છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ ખેડૂત જોગ અપીલ કરી છે.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે આપણે ખુલીને વિચારવાની અને ખુલ્લી ચર્ચા કરવાની જરૂર છે કારણ કે આ દેશ આપણા બધાનો છે. તેમણે સંઘર્ષાત્મક વલણનો અંત લાવવા અને મુત્સદ્દીગીરી અને પરસ્પર આદરની હિમાયત કરી. અસંગત અને સંઘર્ષાત્મક અભિગમને ખરાબ મુત્સદ્દીગીરી તરીકે ગણાવતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણે ખુલ્લેઆમ વિચારવાની અને ખુલ્લી ચર્ચામાં ભાગ લેવાની જરૂર છે કારણ કે આ દેશ આપણો છે.”