હેડલાઈન :
- ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આપણને મળી શકે મોંઘવારીનો ડોઝ
- ડિસેમ્બરના અંત ભાગમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થશે વધારો
- આગામી 21 મી ડિસેમ્બરે GST કાઉન્સિલની મળનાર છે બેઠક
- તમાકુ,સિગારેટ,પીવાના પાણી,ઠંડા પીણાના ભાવ વધી શકે
- બેઠક અગાઉ મંત્રીઓના સમૂહે GST કાઉન્સિલને આપી સલાહ
- નુકસાનકારક ઉત્પાદનો પર ટેક્સનો વિસ્તાર વધારવા સલાહ
- GST દર વર્તમાન 28 ટકાથી વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ
21 ડિસેમ્બરે મળનારા GST બેઠક અગાઉ કાઉન્સિલને મંત્રીઓના જૂથ તરફથી આવા ઉત્પાદનો પર GST દર વર્તમાન 28 ટકાથી વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ મળ્યો છે.
– ડિસેમ્બરમાં મળી શકે મોંઘવારીનો ડોઝ
ડિસેમ્બરનું ત્રીજું સપ્તાહ આપણા સૌ માટે ભારે હોઈ શકે છે.કારણ કે ડિસેમ્બરમાં વધુ એક મોંઘવારીનો આંચકો આવી શકે છે.જેમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે.તેમાં પીવાનું પાણી અને ઠંડા પીણા પહેલા કરતા મોંઘા થઈ શકે છે.21મી ડિસેમ્બરે તમાકુ,સિગારેટ,પીવાના પાણી અને ઠંડા પીણાના ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
– GST કાઉન્સિલની બેઠક 21મી ડિસેમ્બરે મળશે
વાસ્તવમાં GST કાઉન્સિલની બેઠક 21મી ડિસેમ્બરે મળવા જઈ રહી છે.તે પહેલા મંત્રીઓના જૂથે આવા નુકસાનકારક ઉત્પાદનો પર ટેક્સનો વિસ્તાર વધારવાની સલાહ આપી છે.GST કાઉન્સિલને મંત્રીઓના જૂથ તરફથી આવા ઉત્પાદનો પર GST દર વર્તમાન 28 ટકાથી વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ મળ્યો છે.મંત્રીઓના સમૂહે GST કાઉન્સિલને કુલ 148 વસ્તુઓ પર ટેક્સના દરોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.21મી ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
– 35 ટકા ટેક્સ લાદવા પર સંમતિ
સિગારેટ, તમાકુ અને તમાકુ ઉત્પાદનો ઉપરાંત વાયુયુક્ત પીણાં એટલે ઠંડા પીણા પર 35 ટકાનો વિશેષ દર લાદવા માટે સંમત થયા છે.આ સિવાય GOM એ 1500 રૂપિયા સુધીની કિંમતના રેડીમેડ ગારમેન્ટ પર 5 ટકા ટેક્સ,1500થી 10,000 રૂપિયા સુધીના કપડા પર 18 ટકા ટેક્સ અને 10,000 રૂપિયાથી વધુ કિંમતના કપડા પર 28 ટકા ટેક્સ લાદવાનું કહ્યું છે.GST ના દરમાં વધારો એટલે સરકારી તિજોરીમાં પૈસા આવવા.21 ડિસેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંત્રી જૂથના અહેવાલ પર ચર્ચા થવાની આશા છે.કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કરશે અને રાજ્યોના નાણાં પ્રધાનો પણ તેમાં ભાગ લેશે.GST દરમાં ફેરફાર અંગે અંતિમ નિર્ણય માત્ર GST કાઉન્સિલ લેશે.
– આ વસ્તુઓ સસ્તી હોઈ શકે છે
21મી ડિસેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં GST ના દાયરામાં સ્વાસ્થ્ય વીમો અને ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ 5 લાખ રૂપિયા સુધી રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.20 લિટર પેકેજ્ડ પીવાના પાણીની બોટલ,સાયકલ અને નોટબુક પરનો ટેક્સ ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.હાલમાં,GOM એ પાંચ, 12, 18 અને 28 ટકાના સ્લેબ સાથેનું ચાર-સ્તરનું કર માળખું છે.
દરમિયાન,GST વળતર ઉપકર પર રચાયેલ GOM એ GST કાઉન્સિલ પાસેથી તેનો અહેવાલ સબમિટ કરવા માટે લગભગ છ મહિનાનો વધુ સમય માંગવાનો નિર્ણય કર્યો છે.ગૃપે તેનો રિપોર્ટ 31 ડિસેમ્બર સુધીમાં GST કાઉન્સિલને સુપરત કરવાનો હતો.નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના નેતૃત્વમાં આ GST ની રચના કરવામાં આવી હતી.તેમાં આસામ,છત્તીસગઢ,ગુજરાત,કર્ણાટક, મધ્યપ્રદેશ,પંજાબ,તમિલનાડુ,ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના સભ્યોનો સમાવેશ થાય છે.
SORCE : ZEE ન્યૂઝ