હેડલાઈન :
- CM અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા
- ભૂપેન્દ્ર પટેલે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ કર્યું
- શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં જઈ પૂજા-અર્ચના કરી
- “પ્રેમે પધારો પારસજી,અમે તમારા વારસજી” નૃત્ય નાટિકા
- રાંચરડા ગામે 11 દિવસીય મહામંગલકારી પ્રતિષ્ઠા મહોત્સવ
ગાંધીનગર જિલ્લાના રાંચરડા ગામે 11 દિવસીય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવના 7 માં દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
#WATCH गांधीनगर: गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल श्री पार्श्व-प्रेम जिनेश्वर धाम में आयोजित अंजन शलाका-प्रतिष्ठा महोत्सव में शामिल हुए। (05.12) pic.twitter.com/1BGsLl4pF2
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
ગાંધીનગર જિલ્લાના રાંચરડા ગામે દક્ષિણ શૈલીના સૌ પ્રથમ વિશિષ્ટ કલાકૃતિથી યુક્ત અનન્ય અને અજોડ સ્થાપત્ય એવા પાર્શ્વ પ્રેમ જિનેશ્વર ધામ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
11 દિવસીય મહામંગલકારી મહોત્સવના સાતમા દિવસે મુખ્યમંત્રીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં જઈ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.દેરાસરથી મહોત્સવના સ્થળ મુખ્યમંત્રી ગુરુ ભગવંતો સાથે પગપાળા ચાલીને ગયા હતા.
શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વર ધામના પ્રીત પ્રેરક શ્રી ગુરુ પ્રેમ ના આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય કુલચંદ્રશ્રી સૂરીશ્વરજી મહારાજ સાહેબે મુખ્યમંત્રીશ્રીને રક્ષા સૂત્ર બાંધ્યું હતું.
દરેકના જીવનમાં પ્રેમ,દયા,આરાધના અને સિદ્ધિના ગુણો આત્મસાત થાય એવી પ્રાર્થના મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં કરી હતી.મુખ્યમંત્રીએ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.
શ્રી મંગલ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીનું હાર,શ્રીફળ અને સ્મૃતિ ચિન્હ આપી, સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે “પ્રેમે પધારો પારસજી, અમે તમારા વારસજી” નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
શ્રી પાર્શ્વ પ્રેમ ચોવીસ જિનેશ્વર ધામના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરનાર તીર્થ ચંદ્રપુરી તીર્થ ,રતનપુરી તીર્થ, સમેત શિખરજી, ભેલપુર તીર્થ, જેવાં 120 તીર્થોની પ્રતિકૃતિનું નયન રમ્ય સર્જન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તપાગચ્છધિપતિ શ્રી વિજય મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, રાજય શ્રીશ્વરજી મહારાજ સાહેબ, ઉદયકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ , શીલરત્નસુરીશ્વરજી મહારાજ સાહેબ, હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ, અભય સેના શ્રીશ્વરજી મહારાજ સાહેબ, શ્રીમદ વીતરાગયશસૂરીશ્વરજી અને મગરવાડા ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાયો હતો. ગુજરાતના અને ગુજરાત બહારથી આવેલા ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, શ્રાવક- શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.