હેડલાઈન :
- ભારતીય રિઝર્વ બેંકની MPCની ત્રિ-દિવસીય બેઠક યોજાઈ
- RBI ની 11 મી મોનિટરિંગ પોલિસી કમિટીની ત્રિ-દિવસીય બેઠક
- ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
- રેપો રેટને 6.5 ટકા પર યથાવત રીતે જાળવી રાખવાનો નિર્ણય
- RBI ગવર્નર શક્તિકાંત દાસે MPCના નિર્ણયની જાહેરાત કરી
- નાણાકીય વર્ષ 2025 માટે GDP અંદાજમાં ઘટાડો
RBI ની 11 મીં મોનિટરિંગ પોલિસી કમિટીની ત્રિદિવસીય બેઠક યોજાઈ,જેમાં ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગવર્નરે MPCના નિર્ણયની જાહેરાત કરી હતી.
– RBI ની MPC ની બેઠક મળી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ તેની ત્રણ દિવસીય બેઠકમાં ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.RBI ગવર્નર શક્તિકાંત દાસેગ કહ્યું કે આ નિર્ણય MPC સભ્યો દ્વારા 4:2ની બહુમતીથી લેવામાં આવ્યો છે.
– ફરી એકવાર રેપો રેટ યથાવત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે.આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે.આ 11મી વખત છે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો.ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
#WATCH मुंबई: RBI गवर्नर शक्तिकांत दास ने कहा, "मौद्रिक नीति समिति ने 4:2 के बहुमत से नीतिगत रेपो दर को 6.5% पर अपरिवर्तित रखने का फैसला किया…"
(सोर्स: RBI) pic.twitter.com/CDariYjYxU
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
– RBI ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત
RBI ગવર્નર શક્તિકાંત દાસે તેમના કાર્યકાળની છેલ્લી નાણાકીય નીતિની જાહેરાત કરતા કહ્યું કે મોટાભાગના સભ્યોએ નિર્ણય લીધો છે કે રેપો રેટ યથાવત રાખવો જોઈએ.MPCએ નક્કી કર્યું છે કે ફુગાવાને લક્ષ્ય પર લાવવા પર ફોકસ કરવામાં આવશે.તેથી જ રેપો રેટમાં અત્યારે ઘટાડો કરવામાં આવી રહ્યો નથી.શક્તિકાંત દાસે કહ્યું કે મધ્યસ્થ બેંકે 4:2 બહુમતી સાથે તટસ્થ વલણ જાળવી રાખ્યું છે.દાસના મતે, સ્થિર રેપો રેટ વર્તમાન આર્થિક સ્થિતિ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ સૂચવે છે.દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિમાં કાસ્કેડિંગ અસરો હોય છે, સમાજના દરેક વર્ગ માટે ભાવ સ્થિરતા મહત્વપૂર્ણ છે.
– શું છે રેપો રેટ ઘટાડાનો અર્થ
રેપો રેટમાં ઘટાડાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી ઓછા વ્યાજ દરે સસ્તી લોન મળશે. જ્યારે બેંકને સસ્તી લોન મળશે, ત્યારે તે તેના ગ્રાહકોને સસ્તા દરે લોનનું વિતરણ પણ કરશે. એટલે કે, જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકો હોમ લોન, કાર લોન વગેરે પર વ્યાજ દર ઘટાડે છે.
– નાણાકીય વર્ષ 2025 માટે GDP અંદાજમાં ઘટાડો
આરબીઆઈએ વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જ GDP 7.2 ટકા થી ઘટીને 6.6 ટકા થવાનો અંદાજ લગાવ્યો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે GDP અંદાજ ઘટાડીને 6.9 ટકા કર્યો છે.