હેડલાઈન :
- MSP સહિતની માંગણીઓ સાથે હવે ખેડૂતોની દિલ્હી કૂચ
- ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાતથી સરકારી તંત્ર એલર્ટ
- અંબાલા અને સરહદી વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ
- સરકારે અંબાલા જિલ્લામાં 9 ડિસેમ્બર સુધી સેવાઓ બંધ
- સરહદી ગામોમાં આવેલી શાળાઓમાં પણ રજા જાહેર
- લોકોને તાકીદની સ્થિતિમાં જ ઘરની બહાર આવવા અપીલ
- એક તરફ દિલ્હીમાં હાલ ચાલી રહ્યું છેસંસદનું શિયાળુ સત્ર
- બીજી તરફ ખેડૂતોની મામગણીઓને લઈ દિલ્હી કૂચની જાહેરાત
ખેડૂતોએ દિલ્હી તરફ કૂચની જાહેરાત કર્યા પછી,રાજ્ય સરકારે અંબાલા જિલ્લામાં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
किसानों के दिल्ली की ओर मार्च के मद्देनजर हरियाणा के अंबाला के कुछ हिस्सों में इंटरनेट सेवाएं निलंबित कर दी गईं हैं। pic.twitter.com/v7GGDDZ4w7
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
ખેડૂતોએ દિલ્હી તરફ કૂચની જાહેરાત કર્યા પછી,રાજ્ય સરકારે અંબાલા જિલ્લામાં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.અંબાલા જિલ્લાના સરહદી ગામોમાં આવેલી શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.પોલીસ તંત્રએ શંભુ સરહદને અડીને આવેલા અંબાલાના ગામડાઓમાં લોકોને તાકીદની સ્થિતિમાં જ ઘરની બહાર આવવાની અપીલ કરી છે.
– પોલીસની ગામડાઓમાં પગપાળા રૂટ માર્ચ
ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને હરિયાણાના મુખ્ય સચિવે ડાંગદેહરી,લોહગઢ,માનકપુર,દાડિયાના,બારી ઘેલ,લહાર્સ,કાલુ માજરા,દેવી નગર,સદ્દોપુર,સુલતાનપુર અને કાકરૂ ગામોના વિસ્તારોમાં 9 ડિસેમ્બર સુધી આદેશ આપ્યો છે.અંબાલાના અધિકારક્ષેત્રમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.દરમિયાન, ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલાં,પોલીસે આજે સવારે અંબાલા જિલ્લાના ગામડાઓમાં પગપાળા રૂટ માર્ચ પણ કરી હતી.
– કાયદો- વ્યવસ્થાને ટાંકીને દિલ્હી કૂચ મોકૂફ રાખવા તંત્રની અપીલ
નોંધનિય છે કે આ ખેડૂતો છેલ્લા 8 મહિનાથી એટલે કે 13 ફેબ્રુઆરીથી હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.હવે આ ખેડૂતો દિલ્હી કૂચ કરવા જઈ રહ્યા છે પરંતુ હાલમાં દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે.આવી સ્થિતિમાં જો ખેડૂતો દિલ્હી આવશે તો સુરક્ષા વ્યવસ્થા બગડી શકે છે,તેથી ખેડૂતોને દિલ્હી આવવા દેવામાં આવ્યા નથી.અંબાલા હરિયાણા ડીસીએ ખેડૂત નેતાઓને પત્ર લખીને કાયદો અને વ્યવસ્થાને ટાંકીને દિલ્હી કૂચ મોકૂફ રાખવાની અપીલ કરી છે.
- શુ રહી છે ખેડૂતોની મુખ્ય માંગણી ?
– MSP ની કાનૂની ગેરંટી
– ખેડૂતોની લોન માફ કરવી જોઈએ
– ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન
– વીજળીના દરમાં વધારો ન કરવાની માંગ
ખેડૂતોના આંદોલનને જોતા હરિયાણા અને દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.હરિયાણાની નાયબ સિંહ સરકારે શંભુ બોર્ડર પર કલમ 163 લાગુ કરી છે. હરિયાણાની ખનૌરી બોર્ડર પર કલમ 163 લાગુ કરવામાં આવી છે.જાહેર સભાઓ અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે,કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વોટર કેનન અને ટીયર ગેસથી સજ્જ ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે.
હરિયાણાના પોલીસ મહાનિર્દેશક શત્રુજિત કપૂરે મોડી રાત્રે ચંદીગઢના અંબાલા,કુરુક્ષેત્ર,કરનાલ,પાણીપત, સોનીપત,જીંદ અને સિરસાના પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.પંજાબની હરિયાણાના જિલ્લાઓ સાથેની સરહદ સીલ કરી દેવામાં આવી છે.જો કે ખેડૂતોએ શંભુ બોર્ડરથી દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે,પરંતુ તેઓ અન્ય માર્ગોથી પણ દિલ્હી તરફ કૂચ કરી શકે છે. જેના કારણે તમામ સરહદી જિલ્લાઓની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.શંભુ બોર્ડર પંજાબના પટિયાલા અને હરિયાણાના અંબાલાને જોડે છે.ખેડૂતોના વિરોધને જોતા વહીવટીતંત્રે આજે અંબાલા જિલ્લામાં તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
#WATCH शंभू बॉर्डर पर अपने मांगों को लेकर प्रदर्शन कर रहे किसानों को दिल्ली में प्रवेश करने से रोक दिया गया है। pic.twitter.com/lL6OeaIkQn
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
#WATCH विभिन्न मांगों को लेकर प्रदर्शन कर रहे किसानों को शंभू बॉर्डर पर दिल्ली की ओर बढ़ने से रोक दिया गया है। pic.twitter.com/FnOnnOQy8E
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
શંભુ બોર્ડર પર તેમની માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે.તો વળી ગ્રેટર નોઈડાના પરી ચોક ખાતે ‘દિલ્લી ચલો’ માર્ચ કાઢી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.
#WATCH हरियाणा-पंजाब शंभू बॉर्डर पर प्रदर्शनकारी किसानों को तितर-बितर करने के लिए पुलिस ने आंसू गैस का इस्तेमाल किया।
किसानों ने अपनी विभिन्न मांगों को लेकर राष्ट्रीय राजधानी दिल्ली की ओर कूच करने का ऐलान किया है। pic.twitter.com/7wtc8u1E2U
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
ખેડૂતોનો પ્રથમ બેચ આજે દિલ્હી જવા રવાના થયો હતો.101 ખેડૂતોનું જૂથ પોલીસ બેરિકેડ તોડીને અર્ધલશ્કરી દળો પાસે પહોંચ્યું હતું. આ પછી ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.ખેડૂતો પર મરચાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.ખેડૂતોને આગળ વધતા રોકવા માટે પોલીસ સંપૂર્ણ તૈયાર છે.ખેડૂતોને રોકવા માટે પોલીસે વિવિધ સ્થળોએ બેરીકેટ લગાવ્યા હતા. તેને તોડીને ખેડૂતો આગળ વધ્યા. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.