હેડલાઈન :
- RBI એ 27 ટનથી વધુ સોનું ખરીદ્યું
- દેશનો સોનાનો ભંડારમાં થયો વધીરો
- સોનાનો ભંડાર 882 ટન જેટલો વધારે થયો
- વિશ્વની કેન્દ્રીય બેંકોની તુલનામાં વધુ ખરીદી
- IMF ના માસિક રિપોર્ટના આધારે WGC ડેટા
- મધ્યસ્થ બેન્કોનું સોનાની ખરીદીમાં પોતાનું વર્ચસ્વ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI એ વિશ્વભરની અન્ય કેન્દ્રીય બેંકોની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં સૌથી વધુ 27 ટન સોનાની ખરીદી કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI એ વિશ્વભરની અન્ય કેન્દ્રીય બેંકોની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં સૌથી વધુ 27 ટન સોનાની ખરીદી કરી છે.આ સાથે દેશનો સોનાનો ભંડાર વધીને 882 ટન થઈ ગયો છે, જેમાંથી 510 ટન સોનું દેશમાં જ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ WGC દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ ઓક્ટોબરમાં કુલ 60 ટન સોનું ખરીદ્યું હતું. રિઝર્વ બેંકે સૌથી વધુ 27 ટન સોનું ખરીદ્યું હતું.આ પછી,તુર્કીની સેન્ટ્રલ બેંક 17 ટન સોના સાથે ભારતની આરબીઆઈ પછી બીજા ક્રમે અને પોલેન્ડ 8 ટન સોના સાથે ત્રીજા ક્રમે છે.
રિપોર્ટ અનુસાર, કુલ વૈશ્વિક સોનાની ખરીદીમાં ભારત,તુર્કી અને પોલેન્ડની કેન્દ્રીય બેંકોનો હિસ્સો 60 ટકા છે.સોનાની ખરીદીમાં ચીનની સેન્ટ્રલ બેંક ચોથા અને અઝરબૈજાન પાંચમા ક્રમે છે.કઝાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે સતત પાંચ મહિના સુધી વેચાણ કર્યા બાદ ઓક્ટોબરમાં પ્રથમ વખત સોનું ખરીદ્યું હતું.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF ના માસિક રિપોર્ટના આધારે WGC ડેટા અનુસાર,ઊભરતા દેશોની મધ્યસ્થ બેન્કોએ સોનાની ખરીદીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.આરબીઆઈએ આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં કુલ 77 ટન સોનાની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં પાંચ ગણું વધુ છે.
રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન તુર્કીએ પોતાના સોનાના ભંડારમાં 72 ટન અને પોલેન્ડે 62 ટનનો વધારો કર્યો છે.તે જ સમયે,સિંગાપોર સહિત ઘણા દેશોની કેન્દ્રીય બેંકોએ ઓક્ટોબરમાં સોનું વેચ્યું છે. તેમાં જર્મની,મંગોલિયા,જોર્ડન,થાઈલેન્ડ અને ફિલિપાઈન્સનો પણ સમાવેશ થાય છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર