હેડલાઈન :
- 7 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય સશસ્ત્ર સેના દિવસ
- દેશ કાજે બલિદાન આપનાર જવાનો માટે ફાળો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળો અર્પણ કર્યો
દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે સૈનિક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરીને વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા… pic.twitter.com/nC2weTJGR5
— CMO Gujarat (@CMOGuj) December 7, 2024
દેશમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ પુર,વાવાઝોડું, ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો ગાંધીનગરમાં અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.આ વેળાએ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ સૌનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) જેઠવા અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.