હેડલાઈન :
- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ.કૃષ્ણનું નિધન
- કૃષ્ણએ લાંબી બિમારી બાદ અંતિમ શ્વાસ લાધા
- વહેલી સવારે 92 વર્ષની જૈફ વયે ઘરે જ દેહ છોડ્યો
- એસ.એમ,કૃષ્ણએ વિવિધ રાજકીય પક્ષમાં જવાબદારી સંભાળી
- ગત વર્ષે જ કેન્દ્ર સરકારે તેમને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા
- UPA ની ડો.મનમોહન સરકારમાં તેઓ વિદેશમંત્રી રહ્યા હતા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી રહેલા એસ.એમ.કૃષ્ણનું નિધન થયું છે.તેઓ 92 વર્ષની વયે પોતાના ઘરે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
#WATCH बेंगलुरु: वीडियो कर्नाटक के पूर्व मुख्यमंत्री एसएम कृष्णा के घर के बाहर से है।
कर्नाटक के पूर्व मुख्यमंत्री एसएम कृष्णा का आज 92 साल की उम्र में निधन हो गया। pic.twitter.com/cfAeXfdayy
— ANI_HindiNews (@AHindinews) December 10, 2024
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણનું આજે 10 ડિસેમ્બરની વહેલી સવારે નિધન થયું છે.તેમણે 92 વર્ષની વયે લગભગ 2:30 વાગ્યે બેંગલુરુના સદાશિવનગરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.એસ.એમ.કૃષ્ણને તાજેતરમાં જ ઉંમર સંબંધિત બીમારીને કારણે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.એસએમ કૃષ્ણ લાંબા સમયથી બીમાર હતા.
Shri SM Krishna Ji was a remarkable leader, admired by people from all walks of life. He always worked tirelessly to improve the lives of others. He is fondly remembered for his tenure as Karnataka’s Chief Minister, particularly for his focus on infrastructural development. Shri… pic.twitter.com/Wkw25mReeO
— Narendra Modi (@narendramodi) December 10, 2024
કેન્દ્ર સરકારે ગયા વર્ષે એસ.એમ.કૃષ્ણને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટી BJP સાથે જોડાયેલા હતા.રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સબિતના રાજકીય મહાનુભાવોએ તેમના નિધન બદલ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ x પર પોસ્ટમાં લખ્યુ કે “શ્રી એસ.એમ.કૃષ્ણાજી એક અદ્ભુત નેતા હતા,જે જીવનના તમામ ક્ષેત્રના લોકો દ્વારા પ્રશંસનીય હતા.તેઓ હંમેશા અન્ય લોકોના જીવનને સુધારવા માટે અથાક મહેનત કરતા હતા.કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ માટે,ખાસ કરીને માળખાકીય વિકાસ પર તેમના ધ્યાન માટે તેમને પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે.શ્રી એસ.એમ. કૃષ્ણાજી એક પ્રખર વાચક અને વિચારક પણ હતા.”
– એસ.એમ.કૃષ્ણની રાજકીય સફર
1 મે, 1932ના રોજ કર્ણાટકના માંડ્યા જિલ્લાના સોમનહલ્લી ખાતે જન્મેલા સોમનહલ્લી મલ્લૈયા ક્રિષ્નાએ 1962માં અપક્ષ તરીકે મદ્દુર વિધાનસભા બેઠક જીતીને ચૂંટણીના રાજકારણમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ પ્રજા સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા.બાદમાં તેઓ માર્ચ 2017માં કોંગ્રેસ સાથેના તેમના લગભગ 50 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરીને ભાજપમાં જોડાયા હતા.તેમણે જાન્યુઆરી 2017માં કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીને મોટા નેતાઓની જરૂર છે કે નહીં તે અંગે “મૂંઝવણની સ્થિતિમાં”છે.
કૃષ્ણએ ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે,કારણ કે તેમની ઉંમર કારણભૂત છે.તેઓ 11 ઓક્ટોબર 1999 થી 28 મે 2004 સુધી કર્ણાટકના 16મા મુખ્યમંત્રી હતા.એસ.એમ.કૃષ્ણએ 1999 થી 2004 સુધી કર્ણાટકની જવાબદારી સંભાળી હતી.ડો.મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં તેઓ વિદેશ મંત્રી પણ હતા.તેઓ ગયા વર્ષે જાન્યુઆરીમાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.
#WATCH कर्नाटक के पूर्व मुख्यमंत्री एसएम कृष्णा का पार्थिव शरीर लोगों के अंतिम दर्शन के लिए बेंगलुरु स्थित उनके आवास पर रखा गया है। pic.twitter.com/ypeMM9qKmY
— ANI_HindiNews (@AHindinews) December 10, 2024
સૂત્રો અનુસાર તેમના પાર્થિવ દેહને આજે મદ્દુર લઈ જવામાં આવે તેવી શક્યતા છે.સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણના પરિવારમાં તેમની પત્ની પ્રેમા અને બે પુત્રીઓ શાંભવી અને માલવિકા છે.
कर्नाटक सरकार कर्नाटक के पूर्व मुख्यमंत्री एसएम कृष्णा के निधन पर 3 दिन का शोक मनाएगी। उनका अंतिम संस्कार पूरे राजकीय सम्मान के साथ किया जाएगा। इन तीन दिनों में कोई समारोह या जश्न नहीं मनाया जाएगा। pic.twitter.com/vhlQTH9Ty7
— ANI_HindiNews (@AHindinews) December 10, 2024
કર્ણાટક સરકાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ.કૃષ્ણાના નિધન પર 3 દિવસનો શોક મનાવશે.તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.આ ત્રણ દિવસોમાં કોઈ સમારોહ કે ઉજવણી કરવામાં આવશે નહીં.
SORCE : હિન્દુસ્તાન સમાચાર