હેડલાઈન :
- ભારતીય રિઝર્વ બેંકને મળ્યા નવા ગનર્નર
- સંજય મલ્હોત્રાએ ગવર્નરનો ચાર્જ સંભાળ્યો
- આગામી ત્રણ વર્ષ સુધી રહેશે RBI ના ગવર્નર
- RBI ના 26માં ગવર્નર બન્યા સંજય મલ્હોત્રા
- સંજય મલ્હોત્રા 1990 બેચના IAS અધિકારી
સંજય મલ્હોત્રાની ભારતીય રિઝર્વ બેંક એટલે RBIના 26માં ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમણે આજે 11 ડિસામ્બરથી આરબીઆઈના ગવર્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
Shri Sanjay Malhotra takes charge as the 26th Governor of Reserve Bank of India for the next 3 years w.e.f December 11, 2024#RBI #rbigovernor #sanjaymalhotra #rbitoday pic.twitter.com/aa7UdIcWIS
— ReserveBankOfIndia (@RBI) December 11, 2024
– સંજય મલ્હોત્રાએ ચાર્જ સંભાળ્યો
સંજય મલ્હોત્રાએ પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે.શક્તિકાંત દાસે 6 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને મંગળવારે આ પદ છોડી દીધું છે.આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંજય મલ્હોત્રા આગામી ત્રણ વર્ષ સુધી આરબીઆઈ ગવર્નરનો હોદ્દો સંભાળશે.
– જાણો કોણ છે સંજય મલ્હોત્રા?
સંજય મલ્હોત્રા 1990 બેચના IAS અધિકારી છે. તે મૂળ રાજસ્થાનનો છે. વર્ષ 2022માં તેઓ મહેસૂલ વિભાગમાં નિયુક્ત થયા હતા. આ પહેલા તેઓ ફાયનાન્સ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરી ચૂક્યા છે. સંજય મલ્હોત્રા આરઈસી લિમિટેડ કંપનીમાં એમડી અને ચેરપર્સનનું પદ સંભાળી ચુક્યા છે.
– રેપો રેટમાં ફેરફારનીજોવાતી શક્યતા
વિશ્લેષકોનું કહેવું છે કે સંજય મલ્હોત્રા ગવર્નર બનતાની સાથે જ રેપો રેટમાં ઘટાડો જોવા મળી શકે છે. ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2023માં છેલ્લી વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.તાજેતરમાં યોજાયેલી 3-દિવસીય MPCની બેઠકમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થયો ન હતો.હાલમાં રેપો રેટ 6.5 ટકા છે.