હેડલાઈન :
- રાતભર જેલવાસ બાદ અલ્લુ અર્જુન બહાર આવ્યા
- શનિવારે સવારે અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યા
- અલ્લુ અર્જુનની ગત રોજ શુક્રવારે ધરપકડ કરાઈ હતી
- પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન મચી હતી ભાગદોડ
- ભાગદોડમાં એક મહિલાનું મૃત્યુ તો બે ઘાયલ થયા હતા
- મહિલાના મોત કેસમાં અલ્લુ અર્જુનની થઈ હતી ધરપકડ
- જેલ સત્તાધિશોને કોર્ટના આદેશની કોપી મળી શકી ન હતી
- કોર્ટના આદેશની કોપી ન મળતા રાત જેલમાં વિતાવવી પડી
- અલ્લુ અર્જુને ફરીવાર પીડિત પરીવાર પ્રત્યે સંવેદના પાઠવી
જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુનને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.અલ્લુ અર્જુનને લેવા તેમના પિતા અને સસરા હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.
જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુનને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.અલ્લુ અર્જુનને લેવા તેના પિતા અને સસરા હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.નોંધનિય છે કે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મોતના કેસમાં એક્ટર અલ્લુ અર્જુનની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.
તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે અભિનેતા અલ્લુ અર્જુનને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે.જોકે, જામીન મળ્યા બાદ પણ અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડી હતી,કારણ કે શુક્રવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓને કોર્ટના આદેશની નકલ મળી શકી નહોતી.આ કારણે અલ્લુને છોડવામાં આવ્યા ન હતા.આજે 14મી ડિસેમ્બરે અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યા છે.
– શું હતો સમગ્ર મામલો
1. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં નાસભાગ મચી ગઈ હતી
2.એક મહિલાનું મોત, બે અન્ય લોકો ઘાયલ
3. HCએ તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપ્યો હતો
તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ગઈકાલે 13 ડિસેમ્બરે અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.અલ્લુ અર્જુનના વકીલનો આરોપ છે કે તેલંગાણા હાઈકોર્ટે અભિનેતાને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો,પરંતુ પોલીસના વિલંબને કારણે અભિનેતાને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.હવે આગામી સુનાવણીમાં હાઈકોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
– ધરપકડ એક દિવસ પહેલા થઈ હતી
અલ્લુ અર્જુન દિલ્હીમાં હતા અને શુક્રવારે સવારે હૈદરાબાદ પહોંચતા જ પોલીસે તેમના ઘરે જઈને તેની ધરપકડ કરી હતી.મહિલાના મૃત્યુ બાદ જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જોકે, અલ્લુ અર્જુન વતી તેલંગાણા હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
– FIRમાં અલ્લુ અર્જુનનું નામ
પુષ્પા-2ની રિલીઝના એક દિવસ પહેલા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું પ્રીમિયર થયું હતું. અહીં ભારે ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગમાં એક મહિલાનું મોત થયું અને એક બાળક સહિત બે લોકો ઘાયલ થયા.
આ કેસમાં 4 ડિસેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવી હતી,જેમાં કલમ 108 અને 118નો ઉલ્લેખ છે.અલ્લુ અર્જુન પર આરોપ છે કે તેમણે પોલીસને જાણ કર્યા વગર પ્રીમિયર સ્થળ પર પહોંચી ગયો હતો.ઉપરાંત,અલ્લુ અર્જુનના અંગત સુરક્ષા કર્મચારીઓ પર ભીડને કાબૂમાં લેવા માટે દબાણ અને ધક્કો મારવાનો આરોપ છે,જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.આ કેસમાં ત્રણ લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે.
– જેલ બહાર આવી અલ્લુ અર્જુને શું કહ્યુ ?
અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું,”તમારા પ્રેમ અને સમર્થન માટે હું દરેકનો આભાર માનું છું.હું મારા બધા ચાહકોનો આભાર માનું છું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું ઠીક છું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને હું સહકાર આપીશ.ફરી એકવાર હું ઈચ્છું છું કે પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.