હેડલાઈન :
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જશે ચીનની મુલાકાતે
- NSA અજીત ડોભાલ બે દિવસ માટે ચીન જશે
- અજીત ડોભાલ 17-18 ડિસેમ્બર દરમિયાન જશે ચીન
- અજીત ડોભાલ LAC સહિતના મુદ્દો કરી શકે વાર્તાલાપ
- યાત્રા દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળી શકે
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે NSA અજીત ડોભાલ આવતીકાલે 17 ડિસેમ્બર, મંગળવારે ચીનના પ્રવાસે જઈ રહ્યા છે.ત્યાં તેઓ વાસ્તવિક નિયંત્રણ રેખા અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ આવતીકાલે 17 ડિસેમ્બર, મંગળવારના રોજ ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યાં તેઓ વાસ્તવિક નિયંત્રણ રેખા LAC અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. અજીત ડોભાલ તેમની ચીન યાત્રા દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળી શકે છે.અજીત ડોભાલની આ મુલાકાત બે દિવસની છે.
મળી રહેલી માહિતી અનુસાર,અજીત ડોભાલ તેમની ચીન મુલાકાત દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા પર સમાધાન શોધવા અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને ઉકેલવા પર ભાર મૂકશે.જેના કારણે આ બેઠક ભારત અને ચીન બંને માટે ખાસ માનવામાં આવી રહી છે.નોંધનિય છે કે,આ પહેલા બંને દેશો વચ્ચે છેલ્લી પ્રતિનિધિ સ્તરની વાતચીત ડિસેમ્બર 2019માં થઈ હતી.
– શું હશે અજીત ડોભાલનો એજન્ડા
મળેલી માહિતી અનુસાર જૂન 2020માં ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચે આ પહેલી વાતચીત હશે.ગલવાન અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે આ ખાસ વાતચીત બાદ આગામી કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતનો રસ્તો પણ સાફ થઈ જશે.
– બફર ઝોન અંગે સમજૂતીની શક્યતા
મીડિયા મુજબ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં બફર ઝોન બનાવવા પર પણ વાત થઈ શકે છે. આ વાતચીતથી બંને દેશો વચ્ચે સ્થિરતા પણ વધશે.તાજેતરમાં,15 ડિસેમ્બરે, ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે કહ્યું કે ભારત-ચીને બંને દેશો વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.કારણ કે આ સંતુલન બંને દેશો માટે ફાયદાકારક હોઈ શકે છે,પરંતુ તેને હાંસલ કરવું સરળ નથી.હમણાં જ બંને દેશોએ ટૂંકા ગાળાના પગલાં સાથે લડવું પડ્યું હતુ.
– પેટ્રોલિંગને લઈ ભારત-ચીન વચ્ચે સમજૂતી થઈ હતી
તાજેતરમાં,ઓક્ટોબર 2024 માં LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.કરાર હેઠળ,વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ ફરી એકવાર જૂન 2020 પહેલા જેવી થઈ જશે.તમને જણાવી દઈએ કે,જૂન 2020માં ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.જે બાદ ત્યાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત પેટ્રોલીંગ પણ બંધ કરી દીધું હતું.