હેડલાઈન :
- ‘એક દેશ એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ થઈ શકે
- કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ ગૃહ સમક્ષ રજૂ કરશે
- વન નેશન,વન ઈલેક્શન બિલને લઈ ભાજપ સાંસદોને વ્હીપ
- સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરના રોજ થઈ રહ્યું છે સમાપ્ત
- વન નેશન,વન ઈલેક્શન બિલ રજૂ કરવા થોડો સમય બાકી
- કેન્દ્રીય કેબિનેટે ‘એક રાષ્ટ્ર,એક ચૂંટણી’ બિલને આપી છે મંજૂરી
કેન્દ્ર સરકાર મંગળવારે લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત બિલ રજૂ કરશે.સરકારે જાહેરાત કરી છે કે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે.
भाजपा ने अपने सभी लोकसभा सांसदों को 17 दिसंबर, 2024 को कुछ महत्वपूर्ण विधायी कार्य चर्चा एवं पारित करने में सदन में उपस्थित रहने के लिए तीन लाइन का व्हिप जारी किया है। pic.twitter.com/xp4lUKNyP9
— ANI_HindiNews (@AHindinews) December 16, 2024
સંસદનું શિયાળુ સત્ર આગામી 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યું છે.ત્યારે સરકાર પાસે આ સત્રમાં બિલ રજૂ કરવા માટે માત્ર ગણતરીના દિવસ બાકી છે.કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ 17 ડિસેમ્બરે લોકસભામાં ‘એક દેશ,એક ચૂંટણી’ બિલ રજૂ કરશે.બિલને ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિ JPC ને મોકલવામાં આવી શકે છે.આ બિલમાં કલમ 2ની પેટા કલમ 5માં કોઈપણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે.અગાઉ આ બિલ 16 ડિસેમ્બરના બિઝનેસના એજન્ડા તરીકે સૂચિબદ્ધ હતું.સરકારે આ બિલની નકલો સાંસદોને વહેંચી દીધી છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે.
– કેન્દ્રીય કેબિનેટે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલને મંજૂરી આપી
કેન્દ્રીય કેબિનેટે 12 ડિસેમ્બરે નિર્ણાયક ‘એક રાષ્ટ્ર,એક ચૂંટણી’ બિલને મંજૂરી આપી હતી,જે ચાલુ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે,સૂત્રોએ જણાવ્યું હતું. શાસક ભારતીય જનતા પાર્ટીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિચારને “ઐતિહાસિક” ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે આ પગલું ખર્ચ-અસરકારક અને શાસન-મૈત્રીપૂર્ણ હશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે ચૂંટણી યોજવાના ખ્યાલની પ્રશંસા કરી અને કહ્યું કે તે સમયની જરૂરિયાત છે.
– ભારતમાં ‘એક રાષ્ટ્ર,એક ચૂંટણી’નવી વાત નથી
ભારતમાં ‘એક રાષ્ટ્ર,એક ચૂંટણી’ એ નવો ખ્યાલ નથી.1950 માં બંધારણ અપનાવ્યા પછી,1951 થી 1967 ની વચ્ચે દર પાંચ વર્ષે લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણીઓ યોજવામાં આવી હતી.1952,1957,1962 અને 1967માં કેન્દ્ર અને રાજ્યો માટે એક સાથે ચૂંટણી યોજાઈ હતી.આ પ્રક્રિયા નવા રાજ્યોની રચના અને કેટલાક જૂના રાજ્યોના પુનર્ગઠન સાથે સમાપ્ત થઈ.1968-1969માં વિવિધ વિધાનસભાઓના વિસર્જન પછી,આ પ્રથા સંપૂર્ણપણે ત્યજી દેવામાં આવી હતી.
– ભાજપે સાંસદોને વ્હીપ જારી કર્યુ
મળી રહેલી માહિતી અનુસાર ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને 17 ડિસેમ્બર,2024 ના રોજ ગૃહમાં હાજર રહેવા માટે 3-લાઈન વ્હીપ જારી કર્યો છે.પાર્ટીએ કહ્યું છે કે મંગળવારે સંસદના બંને ગૃહોમાં મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા કરવામાં આવશે.આવી સ્થિતિમાં, તમામ સભ્યોએ હાજર રહેવું જોઈએ બિલની રજૂઆત પછી, કાયદા પ્રધાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને વિગતવાર ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવા વિનંતી કરશે.
– બિલનો શું છે ઉદ્દેશ્ય?
સૂચિત બંધારણીય સુધારાનો ઉદ્દેશ્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સિવાય એકસાથે રાષ્ટ્રીય અને રાજ્યની ચૂંટણીઓ કરાવવાનો છે જણાવ્યું હતું કે 2034 સુધી એકસાથે ચૂંટણીઓ શરૂ થશે નહીં અને જો વિધાનસભાનું સમય પહેલા વિસર્જન કરવામાં આવે તો, ત્વરિત ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી શકે છે.