હેડલાઈન :
- ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ લોકસભામાં રજૂ
- કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કર્યુ
- કાયદા મંત્રી મેઘવાલે વિધાનસભા ટેબલ પર રાખ્યુ
- લાંબા સમયથી ચર્ચાસ્પદ વન નેશન વન ઇલેક્શન બિલ
- ‘બંધારણ 129મો સુધારો’ બિલ 2024ના નામે રજૂ કરાયુ
- લોકસભામાં બિલને લઈ નવી સંસદમાં પ્રથમ વાર ઈ-મતદાન
- બિલના સમર્થમૃનમાં 269મત તો વિરોધમાં 198 મત પડ્યા
- ‘વન નેશન વન ઈલેક્શન’બિલ લોકસભામાં સ્વિકારાયુ
- બિલ JPC સમિતિ સમક્ષ મોકલી આપવામાં આવ્યુ
લાંબા સમયથી ચર્ચામાં રહેલું વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે આ બિલ વિધાનસભાના ટેબલ પર રજૂ કર્યું હતું.
केंद्रीय कानून मंत्री अर्जुन राम मेघवाल ने लोकसभा में ‘एक राष्ट्र, एक चुनाव’ के लिए संविधान संशोधन विधेयक पेश किया। pic.twitter.com/2zQHoTM1dE
— ANI_HindiNews (@AHindinews) December 17, 2024
#WATCH समाजवादी पार्टी के सांसद धर्मेंद्र यादव ने कहा, "मैं संविधान के 129वें संशोधन अधिनियम का विरोध करने के लिए खड़ा हूं। मुझे समझ में नहीं आ रहा है कि अभी 2 दिन पहले संविधान को बचाने की, संविधान की गौरवशाली परंपराओं की कसमें खाने में कोई कमी नहीं रखी। 2 दिन के भीतर संविधान की… https://t.co/XMIieUPseB pic.twitter.com/Bzhv2a1jaP
— ANI_HindiNews (@AHindinews) December 17, 2024
આજે લોકસભામાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે ગૃહના ટેબલ પર રજૂ કર્યું હતું.તેનું નામ બંધારણ (129મો સુધારો) બિલ 2024ના નામે રજૂ કરવામાં આવ્યું.જેને લઈ લોકસભામાં મતદાન હાથ ધરાયુ હતુ.તેમાં બિલના સમર્થનમાં 269 મત તો બિલના વિરોધમાં 198 મત પડ્યા હતા.આમ આ બિલ લોકસભામાં સ્વિકાર્ય થયુ હતુ.જોકે બિલને લઈ ફરીવાર મતદાન કરાયુ હતુ.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો તેમને કોઈ વાંધો હોય તો તેમને સ્લિપ આપો. ઈલેક્ટ્રોનિક મશીન દ્વારા વોટિંગ કર્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે જો બટન ખોટી રીતે દબાવવામાં આવે તો તેઓ સ્લિપ દ્વારા ફરીથી વોટિંગ કરી શકે છે.
#UPDATE संविधान (एक सौ उनतीसवां संशोधन) विधेयक, 2024' और 'केंद्र शासित प्रदेश कानून (संशोधन) विधेयक, 2024' को सदस्यों द्वारा मतदान के बाद औपचारिक रूप से लोकसभा में पेश किया गया। विधेयक को विस्तृत चर्चा के लिए संयुक्त संसदीय समिति (जेपीसी) के पास भेजा गया है। https://t.co/rj3LwX1a60
— ANI_HindiNews (@AHindinews) December 17, 2024
– જાણો કે શાના માટે થયુ મતદાન
આ પછી,લોકસભાના મહાસચિવે સભ્યોને સમગ્ર પ્રક્રિયા સમજાવતા કહ્યુ કે વોટિંગ બિલને પાસ કરવા કે નામંજૂર કરવા માટે નહીં પરંતુ બિલને રાખવું કે નહીં તેના માટે હતું.તો આ બિલ JPC સમિતિને મોકલી આપવામાં આવ્યુ હતુ.
केंद्रीय कानून मंत्री अर्जुन राम मेघवाल ने प्रस्ताव दिया कि विधेयकों को संयुक्त संसदीय समिति को भेजा जाना चाहिए। https://t.co/kFMRWmAMSl
— ANI_HindiNews (@AHindinews) December 17, 2024
– કયા નામથી રજૂ થયુ બિલ
લાંબા સમયથી ચર્ચામાં રહેલું વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે આ બિલ વિધાનસભાના ટેબલ પર રજૂ કર્યું હતું.તેનું નામ બંધારણ (129મો સુધારો) બિલ 2024ના નામે રજૂ કરવામાં આવ્યું છે.આ અંગે સંસદમાં ચર્ચા થઈ હતી.લોકસભામાં એક દેશ એક ચૂંટણી બિલ પર મતદાન થયું.નોંધનિય છે કે નવી સંસદમાં પ્રથમ વખત ઈલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા મતદાન થયું.
– ભાજપ-કોંગ્રેસે આપ્યો હતો વ્હિપ
ભાજપે વ્હીપ જારી કરીને તમામ સાંસદોને હાજર રહેવા જણાવ્યું હતું.આ અંગે તમામ પક્ષો પોતપોતાના અભિપ્રાય ધરાવે છે.વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી અને તમામ સાંસદો સાથે આ અંગે ચર્ચા કરી.આ માટે વ્હીપ પણ જારી કરવામાં આવ્યો હતો.વિપક્ષ આ બિલનો સતત વિરોધ કરી રહ્યો છે,જ્યારે સપા સાંસદ અખિલેશ યાદવે પણ તેનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી કેરેન રિજિજુ વતી જણાવવામાં આવ્યું કે આ કોઈ ખાસ પક્ષનું બિલ નથી પરંતુ સમગ્ર દેશનું છે. દેશની જનતા જોઈ રહી છે કે કોંગ્રેસ દરેક મુદ્દા પર કેવી રીતે નકારાત્મક વલણ રાખે છે.આઝાદી પછી પણ દેશમાં પહેલીવાર વન નેશન વન ઈલેક્શનની તર્જ પર ચૂંટણી યોજાઈ હતી,પરંતુ બાદમાં કોંગ્રેસે પોતાના હિસાબે તેમાં ફેરફાર કર્યો હતો.
કોંગ્રેસ તરફથી આને બંધારણ પર હુમલો અને તેને બદલવાનું ષડયંત્ર કહેવામાં આવી રહ્યું છે.કોણ માને છે કે આનાથી સમગ્ર વ્યવસ્થા કેન્દ્રિય બની જશે અને તમામ સત્તા કેન્દ્ર સરકાર પાસે જશે.શિવસેનાના યુબીટી જૂથે પણ તેનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.