હેડલાઈન :
- મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બની ગોઝારી દુર્ઘટના
- ખાનગી બોટ પલટી જતા 13 લોકોના મોત કેટલાક ઘાયલ
- બોટમાં 100 જેટલા મુસાફરો સવાર હતા,અનેકને બચાવાયા
- મુખ્યમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહાય જાહેર કરાઈ
- વડાપ્રધાન મોદીની મૃતકના પરિજનોને બે લાખની જાહેરાત
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
મુંબઈમાં એક ખાનગી બોટ પલટી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ સાંજે લગભગ 4 વાગ્યે અરબી સમુદ્રમાં પલટી ગઈ હતી.
मुंबई नाव दुर्घटना | दोपहर करीब 3.55 बजे नौसेना की एक नाव नीलकमल नाम के यात्री जहाज से टकरा गई। 101 लोगों को बचाया गया है और 13 लोगों की मौत हो गई है: महाराष्ट्र CM देवेंद्र फडणवीस pic.twitter.com/KEhMMirANp
— ANI_HindiNews (@AHindinews) December 18, 2024
આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે.જેમાં 10 નાગરિકો અને 3 નેવી કર્મચારીઓનો સમાવેશ થાય છે.ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
– રાજ્ય સરકારે 5 લાખ રૂપિયાની જાહેરાત કરી
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કેનેવીની એક સ્પીડ બોટ નીલકમલ નામની પેસેન્જર બોટ સાથે અથડાઈ હતીઆ અકસ્માતમાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે.મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયા આપવામાં આવશે.તો ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “ભારતીય નૌકાદળનું એક જહાજ મુંબઈ હાર્બરમાં એન્જિનના ટ્રાયલ દરમિયાન એન્જિનની નિષ્ફળતાને કારણે નિયંત્રણ બહાર ગયું હતું.પરિણામે,તે પેસેન્જર બોટ સાથે અથડાઈ,જે પછી પલટી ગઈ.”
– શું કહે છે અધિકારીઓ
અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના સમયે સ્પીડ બોટમાં છ લોકો હતા, જેમાં બે નેવી કર્મચારીઓ અને એન્જિન સપ્લાય કરતી કંપનીના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે નીલકમલ પાસે પાંચ ક્રૂ સભ્યો ઉપરાંત 80 પુખ્ત મુસાફરો હતા. ફેરી પર હાજર બાળકોની સંખ્યા નક્કી કરવામાં આવી રહી છે કારણ કે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.નેવી અને કોસ્ટ ગાર્ડે ઘટના સ્થળે મોટાપાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.બચાવ કામગીરીમાં નેવીની 11 બોટ,મરીન પોલીસની ત્રણ બોટ અને કોસ્ટ ગાર્ડની એક બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ સિવાય ચાર હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા.
#WATCH मुंबई नाव दुर्घटना | मुंबई: भारतीय तटरक्षक बल ने गेटवे ऑफ इंडिया के पास पलटी नाव के बचाव अभियान का वीडियो जारी किया है।
5 लोग लापता हैं। अस्पताल में भर्ती कराए गए 5 लोगों की हालत गंभीर है और 1 की मौत हो गई है। बाकी लोगों की हालत स्थिर है: BMC
(वीडियो सोर्स: भारतीय… pic.twitter.com/UFfQbzvlwO
— ANI_HindiNews (@AHindinews) December 18, 2024
– 100 થી વધુ મુસાફરો સવાર હતા
કહેવામાં આવી રહ્યું છ બોટમાં 100થી વધુ મુસાફરો હતા.
સ્પીડ બોટ સાથે બોટ અથડાઈ હતી,જેના કારણે બોટ ડૂબી ગઈ હતી.દુર્ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે,જેમાં માછીમારો અને બચાવકર્મીઓ ડૂબતી બોટમાંથી લોકોને બહાર કાઢતા જોવા મળે છે.મુંબઈ પોલીસ અનુસાર નેવી,કોસ્ટ ગાર્ડ,યલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક માછીમારી બોટની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે.
PM Modi announces ex-gratia of Rs 2 lakh for next of kin of each deceased in Mumbai boat mishap
Read @ANI Story | https://t.co/5fw8RjkBqz#PMModi #Mumbai #boatmishap pic.twitter.com/gv6pXC59GN
— ANI Digital (@ani_digital) December 18, 2024
– વડાપ્રધાન રાહત ફંડમાંથી બે લાખની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
प्रधानमंत्री कार्यालय ने ट्वीट किया, "प्रधानमंत्री ने मुंबई में नाव दुर्घटना में मारे गए प्रत्येक व्यक्ति के परिजनों को PMNRF से 2 लाख रुपये की अनुग्रह राशि देने की घोषणा की है। घायलों को 50,000 रुपये दिए जाएंगे।" pic.twitter.com/Rcd9OqySJo
— ANI_HindiNews (@AHindinews) December 18, 2024
વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે, “વડાપ્રધાને મુંબઈમાં બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.”
राष्ट्रपति द्रौपदी मुर्मू ने मुंबई नाव दुर्घटना में जान गंवाने वाले लोगों की मौत पर शोक व्यक्त किया। pic.twitter.com/2MsMZxzUzK
— ANI_HindiNews (@AHindinews) December 18, 2024
– રાષ્ટ્પતિએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુંબઈ બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.