હેડલાઈન :
- મધ્યપ્રદેશના દેવાસમાં બની ગોઝારી ઘટના
- મોડી રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી
- ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત
- પતિ,પત્ની અને બે બાળકોના મોત થયા હતા
- ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી
મધ્યપ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી.જેમા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે આગ ઘરની નીચેની ડેરીમાં લાગી હતી.જે પછી ધીમે ધીમે તેણે આખી ઇમારતને ઘેરી લીધી.બીજા માળે રહેતો પરિવાર આ આગનો શિકાર બન્યો હતો.આ અકસ્માતમાં પતિ, પત્ની અને બે બાળકોના મોત થયા હતા.
મધ્યપ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી.આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે આગ ઘરની નીચેની ડેરીમાં લાગી હતી. જે પછી ધીમે ધીમે તેણે આખી ઇમારતને ઘેરી લીધી. બીજા માળે રહેતો પરિવાર આ આગનો શિકાર બન્યો હતો.આ અકસ્માતમાં પતિ, પત્ની અને બે બાળકોના મોત થયા હતા.મૃતકોની ઓળખ દિનેશ, તેની પત્ની ગાયત્રી, પુત્રી ઈશિકા અને પુત્ર ચિરાગ તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જણાવવામાં આવી રહ્યું છે કે દિનેશ સુથારનું કામ કરતો હતો અને ઘરની નીચે ડેરી પણ ચલાવતો હતો.આ ડેરીમાં આગ લાગી હતી.જે બાદ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા.જો કે હાલ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.