હેડલાઈન :
- 26 ડિસેમ્બર એટલે વીર બાળ દિવસ
- શરૂ થશે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન
- PM નરેન્દ્ર મોદી અભિયાનના પ્રારંભ કરાવશે
- દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે કાર્યક્રમ
- પોષણ સબંધીત સેવાઓનું થશે અમલીકરણ
આજે 26 ડિસેમ્બર એટલે ‘ વીર બાળ દિવસ’ આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ” સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન”નું ઉદ્ઘાટન કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 26 ડિસેમ્બર 2024ના રોજ બપોરના 12 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે દેશના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માન આપતા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ‘વીર બાલ દિવસ’માં ભાગ લેશે.આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે.વડાપ્રધાન ‘સુપોષિત પંચાયત અભિયાન’ની શરૂઆત કરશે.
– જાણો ‘સુપોષિત પંચાયત અભિયાન’ શું છે?
પ્રધાનમંત્રી ‘સુપોષિત પંચાયત અભિયાન’ નો ઉદ્દેશ્ય પોષણ સંબંધિત સેવાઓના અમલીકરણને મજબૂત કરીને અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને પોષણ પરિણામો અને સુખાકારીમાં સુધારો કરવાનો છે. યુવાનોને જોડવા,આ દિવસના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને રાષ્ટ્ર પ્રત્યે હિંમત અને સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં અનેક પહેલો પણ શરૂ કરવામાં આવશે.
MyGov અને માય ભારત પોર્ટલ દ્વારા ઇન્ટરેક્ટિવ ક્વિઝ સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓ યોજવામાં આવશે. શાળાઓ, બાળ સંભાળ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વાર્તા કહેવા, રચનાત્મક લેખન, પોસ્ટર બનાવવા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર PMRBP ના પુરસ્કાર વિજેતાઓ પણ હાજર રહેશે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર