Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home Videos Special Updates

હેરિટેજ સિટી અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ – 2024’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે,શ્રધ્ધેય અટલજીના 100માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 26, 2024, 09:41 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન : 

  • અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલ-2024નો પ્રારંભ
  • CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો કાર્નિવલનો પ્રારંભ
  • હેરિટેજ સિટી અમદાવાદમાં ઉજવાય છે કાર્નિવલ
  • વડાપ્રધાન મોદીએ 2008માં શરૂ કરાવ્યો હતો પ્રારંભ
  • મુખ્યમંત્રીએ રૂ868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી
  • મુખ્યમંત્રીએ કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ- ઓફ કરાવી
  • શાળાના વિદ્યાર્થીઓનો સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ

મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે,શ્રધ્ધેય અટલજીના 100માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ 'કાંકરિયા કાર્નિવલ – 2024'ના શુભારંભ પ્રસંગે આયોજિત કલા-સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન-શો અને લેસર-શો નિહાળ્યા હતા.
KankariaCarnival2024 pic.twitter.com/llqV0bFUNU

— CMO Gujarat (@CMOGuj) December 25, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ- 2024’ ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે,વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે.અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ.868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ની થીમ પર આયોજિત 'કાંકરિયા કાર્નિવલ – 2024'નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ- ઓફ કરાવી હતી. તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો, મ્યૂઝિક બેન્ડ, કલાકારોની… pic.twitter.com/RnsVHn5oho

— CMO Gujarat (@CMOGuj) December 25, 2024

તેમણે કહ્યું કે,સુશાસન,એટલે સમાજના નાનામાં નાના,સામાન્ય માનવી,છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન.વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે. રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે.આપણાં શહેરોમાં જનસુખાકારી વધે,હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે,સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનના નેમ છે,તેમ તેમણે ઉમેર્યું હતું.રૂ.868 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારોના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી છે.તેમણે વધુમાં કહ્યું કે,પહેલાં કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો,નગીનાવાડી,માછલી ઘર,બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી.

નરેન્દ્ર મોદીએ આ તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રસ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ કર્યો.વડાપ્રધાને આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલબ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવાં નવિન પ્રકલ્પો આપ્યાં છે.તેમના આગવા વિઝનથી 2006માં રૂપિયા 36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રંટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાર્નિવલની હવે તો દર વર્ષનાં ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતાં થયાં છે, તેમ તેમણે ઉમેર્યું હતું.વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા, પાણીનો બગાડ ન કરવા અને હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ, સુઘડ અને રળીયામણું બનાવવાની અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી.

આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભા જૈને કાંકરિયા કાર્નિવલની ઉત્તરોત્તર સફળતા અને કાર્નિવલના નવીન આયામોની શહેરીજનોના મનોરંજનમાં રહેલી ભૂમિકા વર્ણવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.25.73 કરોડના 6 વિકાસ કામનું લોકાર્પણ તેમજ રૂ.842.03 કરોડના 28 વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ લોકાર્પણ અંતર્ગત અમદાવાદ શહેરના ઝુપડપટ્ટી વિસ્તારના 345 પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ મળ્યા છે.તદુપરાંત મણિનગર ખાતે પુનઃનિર્મિત ગાર્ડન, વટવામાં પશુઓનું આશ્રય સ્થાન- કરુણા મંદિર તથા નિકોલ અને વટવામાં આંગણવાડીનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.

મુખ્યમંત્રીએ રૂ.842 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમાં જિમ,લાઇબ્રેરી,અર્બન હેલ્થ સેન્ટર,વેજીટેબલ માર્કેટ, નવી શાળા,પાર્ટી પ્લોટ,કોમ્યુનિટી હોલ,આંગણવાડી,વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ- ઓફ કરાવી હતી.તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો,મ્યૂઝિક બેન્ડ,કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓએ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે, તે અંગેનું ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાને આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એનાયત કરાયું હતું.

Tags: AhmedabadAMCCARNIVALCM BHUPENDRA PATELGOVERMENT OF GUJARATGujaratKANKARIAPm ModiSLIDERTOP NEWSWorld Record
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.