હેડલાઈન :
- દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન
- દેશભરમાં 7 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો
- દેશમાં તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા
- ગુજરાતમાં પણ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો
- અમદાવાદ કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ્દ કરાયો
- 31 ડિસેમ્બર સુધી ચાલવાનો હતો કાંકરિયા કાર્નિવલ
- કાર્નિવલ અંગે અમદાવાદ મહાનગર પાલિકાની જાહેરાત
આપણા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન થતા ગુજરાત સરકારે પણ રાજકીય શોક જાહેર કરતા સરકારી કાર્યક્રમો રદ્દ કરાયા છે.તેમાં અમદાવાદ કાંકરિયા કાર્નિવલ પણ રદ્દ કરાયો છે.
દેશના પૂર્વ વડાપ્રધાન ડોમનમોહન સિંહનું નિધન થયું છે.તેમણે રાજધાની દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા.પૂર્વ પીએમ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 92 વર્ષના હતા.મનમોહન સિંહ બે વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા.
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અવસાનને લઈ કેન્દ્ર સરકારે 7 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.તેમાં સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.તો રાષ્ટ્રધ્વજ પણ સરકારી ભવનો પર અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.આ પ્રકારે રાજ્યોમાં પણ કાર્યક્રમો રદ્દ કરાવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે પણ રાષ્ટ્રીય શોક અનુસાર શોક જાહેર કર્યો છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.તો વળી અમદાવાદ મહાનગર પાલિકાએ પણ સરકારી કાર્યક્રમો રદ્દ કર્યા છે.ત્યારે અમદાવાદના કાંકરિયા સ્થિત શર થયેલો કાંકરિયા કાર્નિવલ પણ સંપૂર્ણ રદ્દ કરવામાં આવ્યો છે.નોંધનિય છે કે 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલનાર હતો. આ સાથે જ આગામી સમયમા યોજાનીર ફ્લાવર શો પણ વિલંબથી શરૂ કરવામાં આવશે.