હેડલાઈન :
- પંજાબના ભટિંડામાં ગોઝારો અકસ્માત સર્જાયો
- ખરાબ હવામાનના કારણે બસ નળામાં ખાબકી
- ઘટનામાં 8 લોકોના મોત,20 થી વધુ ઈજાગ્રસ્ત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
- મૃતક પરિવારને બે લાખ,ઘાયલોને 50 હજારની જાહેરાત
- પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ PMNRF માંથી આર્થિક રાહત
પંજાબના ભટિંડામાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત થયો જ્યારે એક ખાનગી બસ પુલ પરથી લપસીને નીચે નાળામાં પડી ગઈ.ઘટનામાં 8 લોકોના મોત થયા તો 20 થી વધવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ દુર્ઘટના ભટિંડાના જીવન સિંહ વાલા ગામની જણાવવામાં આવી રહી છે.આમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.આમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે.અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને બચાવવામાં મદદ કરી હતી.પોલીસ અને જિલ્લા પ્રશાસને પણ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ તલવંડી સાબોથી ભટિંડા જઈ રહી હતી અને દુર્ઘટના સમયે વિસ્તારમાં હવામાન ખરાબ હતું.જેના કારણે રસ્તો લપસણો થઈ ગયો હતો જેના કારણે બસનો કંટ્રોલ ખોરવાઈ ગયો હતો.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.વહીવટીતંત્રે સ્થાનિક લોકોને ખરાબ હવામાનમાં વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા અને સાવચેત રહેવાની અપીલ કરી છે.
– વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
પંજાબના ભટિંડામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે અને પીડિતોને મદદ કરવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે.આ વચ્ચે વડાપ્રધાન મોદીએ માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા દરેક પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા ‘પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ’માંથી આપવાની જાહેરાત કરી છે.વડા પ્રધાન કાર્યાલય PMO ના ‘x’ એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને,તેમણે લખ્યું,”પંજાબના ભટિંડામાં બસ અકસ્માતમાં લોકોના મૃત્યુથી હું દુઃખી છું.તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના.હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.