હેડલાઈન :
- ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુને હોસ્પિટલમાં દાખલ કરાયા
- વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પ્રોસ્ટેટની સર્જરી કરવામાં આવી
- હોસ્પિટલમાં તેમની સર્જરી સફળ રહી અને પ્રોસ્ટેટ દૂર કરવામાં આવ્યું
- થોડા સમય માટે ઈઝરાયેલના કાર્યવાહક વડાપ્રધાન યારીવ લેવિન રહેશે
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બેન્જામિન નેતન્યાહૂની તબિયત સતત બગડી રહી છે જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, બેન્જામિનની પ્રોસ્ટેટની સર્જરી પણ હોસ્પિટલમાં કરવામાં આવી છે.
આ સર્જરી સફળ રહી અને તેનું પ્રોસ્ટેટ દૂર કરવામાં આવ્યું.સર્જરી બાદ બેન્જામિન નેતન્યાહુને થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે.હોસ્પિટલમાં દાખલ થયા પછી,બેન્જામિન નેતન્યાહૂને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ હવે થોડા સમય માટે દેશના કાર્યવાહક વડાપ્રધાન યારીવ લેવિન રહેશે.યારીવ નેતન્યાહુના નજીકના સાથી માનવામાં આવે છે.તેઓ સરકારમાં નાયબ વડાપ્રધાન અને કાયદાપ્રધાન પણ છે.નોંધનીય છે કે 75 વર્ષીય બેન્જામિન નેતન્યાહુને બુધવારે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું.