હેડલાઈન :
- અમેરિકામાં નવા વર્ષની ઉજવણી વખતે થયો હુમલો
- અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં એક ભયાનક હુમલો
- એક વ્યક્તિએ કાર ચઢાવી અંધાધૂંધ ફાયરિંગ કર્યુ
- સમગ્ર ઘટનામાં 10 જેટલો લોકોના મોત,30 ઘાયલ
- આ સમગ્ર ઘટના મામલે FBI એ હાથ ધરી તપાસ
- અમેરિકામાં હુમલાની ઘટનાનો વીડિયો થયો વાયરલ
- પોલીસે આતંકી હુમલાની પુષ્ટિ હજુ સુધી નથી કરી
અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં એક ભયાનક અને દર્દનાક હુમલો થયો છે.નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ઝડપભેર પીકઅપ કાર ચડી ગઈ હતી.બાદમાં ડ્રાઈવરે અંધાધૂંધ ફાયરિગ કર્યુ હતુ.
જણાવવામાં આવી રહ્યું છે કે કાર ડ્રાઈવર બહાર આવ્યો અને તેણે ભીડ પર ફાયરિંગ શરૂ કરી દીધું.જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે.30થી વધુ લોકો ઘાયલ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
નવા વર્ષના પ્રથમ દિવસે લોકો ઉજવણી કરવા માટે બોર્બોન સ્ટ્રીટ અને ઇબરવિલેના આંતરછેદ પર એકઠા થયા હતા.તે દરમિયાન આ ઘટના બની હતી.તપાસ એજન્સી FBI એ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.સ્થાનિક પોલીસે આતંકવાદી હુમલાની પુષ્ટિ કરી નથી.પોલીસ આરોપી ડ્રાઈવરની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ હાલ આ વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળે કારણ કે ઈમરજન્સી ટીમો ઘટનાની તપાસ કરી રહી છે.
પ્રારંભિક અહેવાલ મુજબ,લોકો પર કારને ટક્કર માર્યા પછી,ડ્રાઇવરે પણ ગોળીબાર કર્યો,જેનો એક અપ્રમાણિત વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં લોકો દોડતા જોઈ શકાય છે અને ગોળીબારનો અવાજ પણ સંભળાય છે,પોલીસ પ્રવક્તાના હવાલાથી,એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે,”વાહન ભીડને ટક્કર મારી અને ડ્રાઈવરે નીચે ઉતરીને ગોળીબાર કર્યો.”તેણે કહ્યું, “મેં જોયું કે એક કાર બોર્બોન ફૂટપાથ પર બધાને ટક્કર મારતી હતી.તો અન્ય એક પ્રત્યક્ષદર્શીએકહ્યું, “દરેક વ્યક્તિ ચીસો પાડવા લાગ્યો અને પાછળ દોડવા લાગ્યો.” શું થયું તે સમજાતું નથી અને પછી બધું શાંત થઈ ગયું,પરંતુ અમને ક્લબની બહાર જવા દેવામાં આવ્યા ન હતા.
લ્યુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ આ ઘટનાની નિંદા કરી,તેમને ‘હિંસાનું ભયાનક કૃત્ય’ ગણાવ્યું,’એક સામૂહિક અકસ્માતની જાણ કરવામાં આવી છે,જેમાં બોર્બોન સ્ટ્રીટ પર એક વાહન ઘૂસી ગયું હતું.30 લોકો ઘાયલ થયા છે અને 10 જેટલા લોકોના મોત થયા છે.સુરક્ષા એજન્સીઓ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે.નવી માહિતી મળતાં જ તે લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
21 ડિસેમ્બરના રોજ,જર્મનીના મેગડેબર્ગમાં એક ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં એક કાર ઘૂસી ગઈ,જેમાં પાંચ લોકોના મોત થયા અને 200 થી વધુ ઘાયલ થયા.હુમલાના આરોપી સાઉદી અરેબિયાના ડૉક્ટર તાલેબ અલ-અબ્દુલમોહસેનને હુમલામાં સામેલ કરવા માટે સાત ભારતીયો પણ સામેલ હતા. હુમલાખોર તેના ઈસ્લામ વિરોધી વિચારોને કારણે સમાચારમાં હતો.