હેડલાઈન :
- પંજાબી સિંગર દિલજીત દોસાંઝ PM નરેન્દ્ર મોદીને મળ્યા
- દિલજીતે કહ્યું PM સાથે મુલાકા વર્ષની શાનદાર શરૂઆત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યા દિલજીતના વખાણ
- “ભારતનો ગામડાનો છોકરો દુનિયામાં નામ પ્રખ્યાત કરે ત્યારે સારુ લાગે “
- “પરિવારે તમારું નામ દિલજીત રાખ્યું છે,જેથી તમે લોકોના દિલ જીતતા રહો”
- દિલજીતે યોગ વિશે વાત કરતા કહ્યું ભારતમાં સૌથી મોટો જાદુ યોગ
- “તમે તમારી માતા અને ગંગા વિશે બોલો ત્યારે તે હૃદય સુધી પહોંચે”
દિલજીત દોસાંઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.સિંગરે નવા વર્ષ પર આ મુલાકાતના કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યા છે.આ સાથે તેમણે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.
PM Modi meets Diljit Dosanjh, calls him "combination of talent and tradition"
Read @ANI Story l https://t.co/Ng37tC9Ukf#DiljitDosanjh #PMModi pic.twitter.com/trCWiU9HIR
— ANI Digital (@ani_digital) January 1, 2025
પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.બંનેએ ભારતીય કલા, સંસ્કૃતિ અને પંજાબી સંગીતના વૈશ્વિક પ્રભાવ,સર્જનાત્મકતા અને વારસાની ઉજવણી કરવા અંગે ચર્ચા કરી હતી. ચાહકોએ તેને ભારતીય મનોરંજન માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.તાઅભિનેતા અને ગાયકે આ ખાસ મીટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Singer-actor Diljit Dosanjh met Prime Minister Narendra Modi
(Video Source: PM Narendra Modi's Instagram handle) pic.twitter.com/xU9lidjU9q
— ANI (@ANI) January 1, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલજીત દોસાંજના અવાજ અને ગાયકી બંનેની પ્રશંસા કરી હતી.પીએમ મોદીએ કહ્યું-‘ભારતનો ગામડાનો છોકરો જ્યારે દુનિયામાં પોતાનું નામ પ્રખ્યાત કરે છે ત્યારે સારું લાગે છે.તમારા પરિવારે તમારું નામ દિલજીત રાખ્યું છે,જેથી તમે લોકોના દિલ જીતતા રહો.ત્યારે દિલજીતે કહ્યું કે અમે વાંચતા હતા કે મારું ભારત મહાન છે.પરંતુ જ્યારે હું કોન્સર્ટ દરમિયાન ઘણા શહેરોમાં ગયો ત્યારે મને ખબર પડી કે મારું ભારત શા માટે મહાન કહેવાય છે.તેના પર મોદીજીએ કહ્યું કે ખરેખર ભારતની વિશાળતા પોતાનામાં એક મોટી તાકાત છે.
આ દરમિયાન દિલજીતે યોગ વિશે વાત કરી હતી.તેમણે કહ્યું કે ભારતમાં સૌથી મોટો જાદુ યોગ છે.તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેણે યોગનો અનુભવ કર્યો છે તે તેની શક્તિને જાણે છે.ત્યારબાદ દિલજીતે પીએમ મોદીને કહ્યું કે અમારા માટે વડાપ્રધાન બહુ મોટું પદ છે.પરંતુ ઘણી વખત તેની પાછળ મા અને માનવી ક્યાંક ને ક્યાંક રહી જાય છે.કારણ કે આ પદ ઘણું મોટું છે.જ્યારે તમે તમારી માતા અને માતા ગંગા વિશે કંઇક બોલો છો, ત્યારે તે હૃદય સુધી પહોંચે છે.આ વાત હ્રદયમાંથી આવી છે ત્યારે જ દિલ સુધી પહોંચી છે.આ પછી દિલજીત એક પંજાબી ગીત ગાય છે.આ સાંભળીને વડાપ્રધાન મંત્રમુગ્ધ થઈ જાય છે.