હેડલાઈન :
- બાંગ્લાદેશમાં કોર્ટે હિન્દુ સંતની જામીન અજી ફગાવી
- હિન્દુ સંત ચિન્મય બ્રહ્મચારીની જામીન અરજી કોર્ટે ફગાવી
- કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટે સુનાવણી કરી હતી
- હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ નવેમ્બરથી છે જેલમાં
બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામની કોર્ટે હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી ફગાવી દીધી.કડક સુરક્ષા વચ્ચે કોર્ટે સુનાવણી કરી હતી.
બાંગ્લાદેશમાં આજે ચટ્ટોગ્રામની કોર્ટે હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી ફગાવી દીધી છે. કડક સુરક્ષા વચ્ચે કોર્ટે સુનાવણી કરી.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે બ્રહ્મચારીને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ચિન્મય નવેમ્બરથી જેલમાં છે.
સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ જજ એમડી સૈફુલ ઇસ્લામે લગભગ 30 મિનિટ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જામીન અરજી ફગાવી દીધી હતી. મેટ્રોપોલિટન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ મોફિઝુલ હક ભુઈયાએ આ વાતની પુષ્ટિ કરી હતી.ચિન્મયના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચારીએ કહ્યું કે હવે તે હાઈકોર્ટમાં અપીલ કરશે. સુરક્ષાના કારણોસર ચિન્મય કૃષ્ણ દાસને કોર્ટમાં લાવવામાં આવ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચે 25 નવેમ્બરે સાંજે 4:30 વાગ્યે હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી.ત્યારથી બ્રહ્મચારી જેલમાં છે. તેમની ધરપકડના વિરોધમાં ઢાકાના શાહબાગ અને ચટગાંવમાં લોકો ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે.38 વર્ષીય હિન્દુ સંત ચિન્મય પર રાજદ્રોહના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. ચિન્મય મૂળ ચિત્તાગોંગના સતકનિયા ઉપજિલ્લાનો રહેવાસી છે. તેઓ 2007 થી ચટગાંવના હાથઝારી સ્થિત પુંડરિક ધામના વડા છે. તેઓ સનાતન જાગરણ મંચના સ્થાપક છે. ફોરમે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર