હેડલાઈન :
- કેન્દ્રીય રમત-મંત્રાલયે ખેલ એવોર્ડ વિનરની કરી જાહેરાત
- ચાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે ખેલ રત્ન પુરસ્કાર
- 32 ખેડાલાડીઓને અર્જુન એવોર્ડ,ત્રણ કોચને દ્રોણાચીર્ય એવોર્ડ
- ભારતના ડબલ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરને ખેલ રત્ન
- યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન
- 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એનાયત કરશે એવોર્ડ
કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા વર્ષ 2024-25 માટે ખેલરત્ન,અજ્રુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિનરની જાહેરાત કરી છે.જેમને 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિક કરાશે.
સત્તાવાર યાદી મુજબ પહેલાં તો ભારતીય હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા-એથ્લીટ પ્રવીણ કુમાર દેશના સર્વોચ્ચ રમત સન્માન માટે એકમાત્ર નામાંકિત હતા.તો મંત્રાલયે ગુરુવારે,2 જાન્યુઆરીએ પુષ્ટિ કરી કે ભારતના ડબલ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર અને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને 2024-25 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.તો ત્રણ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદ કર્યા છે.આ સાથે 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર અને ત્રણ કોચને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.જેઓને 17 જાન્યુઆરી,શુક્રવારના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ સમારોહમાં સંબંધિત પુરસ્કારોના તમામ સન્માનિતોને સન્માનિત કરવામાં આવશે.
પ્રતિષ્ઠિત ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિતની યાદીમાંથી મનુ ભાકરની બાદબાકીને લઈને વિવાદ ઊભો થયો હતો.શૂટરના પિતા અને કોચ જસપાલ રાણાએ પસંદગી અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને ઓલિમ્પિક વર્ષમાં તેની સિદ્ધિઓને પગલે તેને નોમિનેટ ન કરવા બદલ રમત-ગમતના અધિકારીઓની ટીકા કરી હતી. મનુના પિતા રામ કિશન ભાકરે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેણે પોતાની દીકરીને શૂટરની જગ્યાએ ક્રિકેટર બનાવવી જોઈતી હતી. જો કે, મનુ ભાકરે એક નિવેદનમાં વિવાદને સંબોધિત કર્યો અને સ્પષ્ટ કર્યું કે તેઓ એવોર્ડ્સથી સંબંધિત નથી અને તેમનું ધ્યાન દેશ માટે વધુ એવોર્ડ જીતવા પર છે.
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની હતી.જ્યારે ગુકેશે ચેસમાં શ્રેષ્ઠતા દર્શાવી હતી.તેણે ગયા વર્ષે 12 ડિસેમ્બરે વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો.ડી.ગુકેશે ચીનના ડીંગ લિરેનને હરાવ્યો હતો.તેણે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.હવે તેને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.જ્યારે ત્રણ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ અપાશે.
અર્જુન એવોર્ડમાં બે કેટેગરી છે વર્ષ 2024માં સારૂ પ્રદર્શન કરનાર એથ્લેટ્સની સાથે લાઈફટાઈમ કેટેગરીમાં બે ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે.જેમાં મુરલીકાંત પેટકર અને સુચી સિંહનો સમાવેશ થાય છે.મુરલીકાંત પેરા-સ્વિમર રહી ચૂક્યા છે.તેમના પર એક ફિલ્મ પણ બની છે.જ્યારે સુચી સિંહને એથ્લેટિક્સ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે.
ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારનું નામ પણ ખેલ રત્ન એવોર્ડની યાદીમાં સામેલ છે.ભારતે પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.હરમનપ્રીતે ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 10 ગોલ કર્યા હતા.પ્રવીણ હાઈ જમ્પ-T64 સ્પર્ધાનો ભાગ હતો. તેણે એશિયન રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રવીણ એવા ખેલાડીઓની શ્રેણીમાં આવે છે જેમના એક અથવા બંને પગ ઘૂંટણની નીચે નથી. તેઓ કૃત્રિમ પગનો સહારો લે છે.
– આ ચાર ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ મળશે
- ડી ગુકેશ – ચેસ
- હરમનપ્રીત સિંહ- હોકી
- પ્રવીણ કુમાર- પેરા એથ્લેટિક્સ
- મનુ ભાકર- શૂટિંગ
– આ ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે
- જ્યોતિ યારાજી – એથ્લેટિક્સ
- અન્નુ રાની – એથ્લેટિક્સ
- નીતુ – બોક્સિંગ
- સ્વીટી – બોક્સિંગ
- વંતિકા અગ્રવાલ – ચેસ
- સલીમા ટેટે – હોકી
- અભિષેક – હોકી
- સંજય – હોકી
- જરમનપ્રીત સિંહ – હોકી
- સુખજીત સિંહ – હોકી
- રાકેશ કુમાર – પેરા-તીરંદાજી
- પ્રીતિ પાલ – પેરા એથ્લેટિક્સ
- જીવનજી દીપ્તિ – પેરા એથ્લેટિક્સ
- અજીત સિંહ – પેરા એથ્લેટિક્સ
- સચિન સર્જેરાવ ખિલારી – પેરા એથ્લેટિક્સ
- ધરમબીર – પેરા એથ્લેટિક્સ
- પ્રણવ સુરમા – પેરા એથ્લેટિક્સ
- એચ હોકાટો સેમા – પેરા એથ્લેટિક્સ
- સિમરન જી – પેરા એથ્લેટિક્સ
- નવદીપ – પેરા એથ્લેટિક્સ
- નિતેશ કુમાર – પેરા-બેડમિન્ટન
- તુલાસીમાથી મુરુગેસન – પેરા-બેડમિન્ટન
- નિત્ય શ્રી સુમતિ શિવન – પેરા-બેડમિન્ટન
- મનીષા રામદાસ – પેરા-બેડમિન્ટન
- કપિલ પરમાર – પેરા-જુડો
- મોના અગ્રવાલ – પેરા-શૂટિંગ
- રૂબીના ફ્રાન્સિસ – પેરા-શૂટિંગ
- સ્વપ્નિલ સુરેશ કુસલે – શૂટિંગ
- સરબજોત સિંહ – શૂટિંગ
- અભય અભય સિંહ – સ્ક્વોશ
- સાજન પ્રકાશ -સ્વિમિંગ
- અમન – સ્વિમિંગ