હેડલાઈન :
- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મૌન તોડ્યુ
- નિવૃત્તિની અટકોળોને કેપ્ટન રોહિત શર્માએ ફગાવી
- રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી ખસી જવાનું કારણ આપ્યું
- રોહિત શર્માએ નિવૃત્તિના સમાચારને ફગાવી દીધા
- રોહિત શર્માએ રન ન બનાવવાની હકીકત સ્વીકારી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આખરે મૌન તોડ્યુ અને નિવૃત્તિની એટકળોને ફગાવી દીધી છે.તણે સિડની ટેસ્ટમાથી હટી જવાના કારણો પણ આપ્યા છે.
"I have stood down, not going anywhere": Rohit Sharma breaks silence on missing out Sydney Test
Read @ANI Story |https://t.co/rEb61Vhqd2#RohitSharma #India #Australia #BorderGavaskarTrophy #RishabhPant pic.twitter.com/tdYYn9nXew
— ANI Digital (@ani_digital) January 4, 2025
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી ખસી જતાં નિવૃત્તિની અટકળોને વેગ આપ્યો હતો. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માએ તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી છે અને તે હવે માત્ર ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.જો કે,રોહિત શર્માએ સિડની ટેસ્ટના બીજા દિવસે નિવૃત્તિના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું અને જણાવ્યું કે તે સિડની ટેસ્ટમાંથી કેમ બહાર છે.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ચર્ચાનું કેન્દ્ર બનેલો છે.રોહિત શર્માએ સિડની ટેસ્ટ ન રમવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ સમાચાર આવવા લાગ્યા કે તેની લાંબી ફોર્મેટ કારકિર્દીનો અંત આવી ગયો છે.અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માએ તેની છેલ્લી ટેસ્ટ રમી છે અને હવે તે કોઈપણ સમયે નિવૃત્તિની જાહેરાત કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે.હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેણે 3 ટેસ્ટમાં માત્ર 31 રન બનાવ્યા છે.આ આંકડાઓને જોતા રોહિત પર ટીમમાં અન્ય કોઈ માટે જગ્યા ખાલી કરવાનું દબાણ વધી રહ્યું હતું. સિડની ટેસ્ટ પહેલા રોહિત શર્માએ પ્લેઈંગ 11માંથી હટી જવાનો બોલ્ડ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા.ત્યારબાદ અહેવાલો સામે આવ્યા કે રોહિત શર્મા ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે.
💬💬 I always stay in the present and think about what needs to be done now: Rohit Sharma#TeamIndia | #AUSvIND | @ImRo45 pic.twitter.com/gAgyC95Zks
— BCCI (@BCCI) January 4, 2025
– રોહિત શર્માનો ખુલાસો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સિડની ટેસ્ટના બીજા દિવસે નિવૃત્તિની વાતોને ફગાવી દીધી હતી.લંચ બ્રેક દરમિયાન પ્રસારણ ચેનલ સાથે વાત કરતી વખતે, તેણે કહ્યું કે તે નિવૃત્તિ લઈ રહ્યો નથી અને તે શું કરી રહ્યો છે તે જાણવા માટે તે પૂરતો પરિપક્વ છે.જો કે, રોહિત શર્માએ નિવૃત્તિના સમાચારને ફગાવીને તેના ચાહકોને ખુશ કર્યા.
🗣️🗣️ It is an important match and we need a player in form. Right now, what the team needs is the priority: Rohit Sharma #TeamIndia | #AUSvIND | @ImRo45 pic.twitter.com/G9o5iD2dte
— BCCI (@BCCI) January 4, 2025
– રોહિત શર્માનું નિવેદન
મેં આ ટેસ્ટમાંથી મારું નામ પાછું ખેંચી લીધું છે,પરંતુ હું ક્યાંય જતો નથી.આ નિવૃત્તિની કે ફોર્મેટથી દૂર જવાની વાત નથી.કોઈ વ્યક્તિ માઈક,પેન કે લેપટોપ વડે શું લખે કે બોલે તેનાથી કોઈ ફરક્તિની પડતો નથી. તેઓ અમારા વિશે નિર્ણય કરી શકતા નથી.સિડની આવ્યા બાદ મેં પ્લેઈંગ 11માંથી ખસી જવાનો નિર્ણય કર્યો.હા, રન નથી બની રહ્યા,પરંતુ બે કે છ મહિના પછી તમે રન બનાવી શકશો નહીં તેની કોઈ ગેરંટી નથી. હું શું કરી રહ્યો છું તે જાણવા માટે હું પૂરતો પરિપક્વ છું.
રોહિત શર્માના આ નિવેદન બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.ઘણા યુઝર્સે રોહિત શર્માને નિઃસ્વાર્થ કેપ્ટન કહીને સલામ કરી છે.ઘણા યુઝર્સે રોહિત શર્માનો ફોટો શેર કર્યો છે,જેમાં બ્રોડકાસ્ટરે કેપ્શન લખ્યું છે – મેં સંન્યાસ લીધો નથી,હું ફક્ત આ મેચમાંથી બહાર આવ્યો છું.રોહિત શર્માના ચાહકોને આશા છે કે હિટમેન જલ્દી જ જોરદાર વાપસી કરશે.