હેડલાઈન :
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની કવાયત
ભારતીય જનતા પાર્ટીની પ્રથમ ઉમેદવારી યાદી
ભાજપે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જહેર કરી
પ્રવેશ વર્મા અરવિંદ કેજરીવાલ સામે લડશે ચૂંટણી
રમેશ બિધુરીમુખ્યમંત્રી આતિશી સામે ચૂંટણી લડશે
ભાજપે દિલ્હી ચૂંટણી 2025 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.જેમાં 29 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
दिल्ली: भाजपा ने #DelhiElection2025 के लिए उम्मीदवारों की पहली सूची जारी की।
प्रवेश वर्मा नई दिल्ली विधानसभा सीट से AAP के अरविंद केजरीवाल के खिलाफ चुनाव लड़ेंगे, करोल बाग से दुष्यंत गौतम, राजौरी गार्डन से मनजिंदर सिंह सिरसा, बिजवासन से कैलाश गहलोत, गांधी नगर से अरविंदर सिंह… pic.twitter.com/hibzwzuqBq
— ANI_HindiNews (@AHindinews) January 4, 2025
આ પ્રથમ યાદી મુજબ પ્રવેશ વર્મા નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી AAPના અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે.તો વળી રમેશ બિધુરી કાલકાજીથી મુખ્યમંત્રી આતિશી સામે ચૂંટણી લડશે.તો કરોલ બાગથી દુષ્યંત ગૌતમ,રાજૌરી ગાર્ડનથી મનજિંદર સિંહ સિરસાને,બિજવાસનથી કૈલાશ ગેહલોત અને ગાંધી નગરથી અરવિંદર સિંહ લવલીને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજકુમાર ભાટિયા,બાદલીથી દીપક ચૌધરી,રિઠાલાથી કુલવંત રાણા,નાંગલોઈ જાટથી મનોજ શૌકીન,મંગોલપુરી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ,રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા, શાલીમાર બાગથી રેખા ગુપ્તા, અશોક ગોયલને મોડલ ટાઉન બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.આ ઉપરાંત કરોલ બાગથી દુષ્યંત કુમાર ગૌતમ, પટેલ નગરથી રાજકુમાર આનંદ,રાજૌરી ગાર્ડનથી સરદાર મંજિંદર સિંહ સિરસા,જનકપુરીથી આશિષ સૂદને ટિકિટ આપવામાં આવી છે.
નવી દિલ્હીથી પ્રવેશ સાહિબ સિંહ વર્મા,જંગપુરાથી સરદાર તરવિંદર સિંહ,માલવિયા નગરથી સતીશ ઉપાધ્યાય,આરકે પુરમથી અનિલ શર્મા, મહેરૌલીથી ગજેન્દ્ર યાદવ, છતરપુરથી કરતાર સિંહ તંવર, આંબેડકર નગરથી ખુશીરામ ચુનારા, કાલકાજીથી રમેશ બિધુરી,બાદરપુરથી નારાયણ દત્ત શર્મા,પટપડગંજથી રવિન્દ્ર સિંહ નેગી,વિશ્વાસ નગરથી ઓમપ્રકાશ વર્મા,કૃષ્ણા નગરથી અનિલ ગોયલ,ગાંધીનગરથી અરવિંદર સિંહ લવલી,સીમાપુરીથી કુમારી રિંકુ,રોહતાસ નગરથી જીતેન્દ્ર મહાજન અને ઘોંડાથી અજય મહાવરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
#WATCH | #DelhiElections2025 | BJP candidate from New Delhi assembly constituency, Parvesh Verma says, "I thank my party's top leadership… I hope that the trust that the party has shown in me, I'll live up to it… When Delhi was facing Covid, when they needed Oxygen, Arvind… pic.twitter.com/cCwGSN6mb5
— ANI (@ANI) January 4, 2025
નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર,પ્રવેશ વર્માએ જણાવ્યુ કે,”હું મારા પક્ષના ટોચના નેતૃત્વનો આભાર માનું છું.મને આશા છે કે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ દર્શાવ્યો છે,તેમાં હું ખરો ઉતરીશ.જ્યારે દિલ્હી કોવિડનો સામનો કરી રહી હતી,જ્યારે તેમને ઓક્સિજનની જરૂર હતી,ત્યારે અરવિંદ કેજરીવાલજી ‘દરેક બોટલ પર મફત બોટલ’નું વિતરણ કરી રહ્યા હતા.દિલ્હીમાં ઘણા કામો છે જેમ કે યમુનાની સફાઈ,પ્રદૂષણ નિયંત્રણ.જ્યારે ભાજપ સરકાર બનાવશે,ત્યારે અમે આ બધા કામો કરીશું…”
#WATCH | #DelhiElection2025 | BJP candidate from Karol Bagh assembly constituency, Dushyant Gautam says, "I thank the party for this opportunity. I think that the people's inclination is towards the BJP… Dalits are now with the BJP – due to the respect that PM Modi and our… pic.twitter.com/30X0zJfVpp
— ANI (@ANI) January 4, 2025
કરોલબાગ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર દુષ્યંત ગૌતમે કહ્યુ કે “હું આ તક માટે પાર્ટીનો આભાર માનું છું.મને લાગે છે કે લોકોનો ઝુકાવ ભાજપ તરફ છે.દલિતો હવે ભાજપ સાથે છે -આ સન્માનને કારણે પીએમ મોદી અને અમારા પાર્ટીએ ડો.બી.આર આંબેડકરને આપ્યું છે,તેમણે એમ પણ કહ્યુ કે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે.”