Thursday, June 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 160 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ,આહવામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ

ભારત સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન સિંધુ’ : ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

PM મોદી ક્રોએશિયાની મુલાકાત લેનારા દેશના પહેલા વડાપ્રધાન બન્યા

PM મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, ક્રોએશિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત

ગુજરાત : વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીનું આજે મતદાન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પદ પરથી આપી શકે છે રાજીનામું,જલદી થઈ શકે જાહેરાત

કેનેડાથી ખૂબ જ મહત્વની અને મોટી જાણકારી મળી રહી છે.મળતી માહિતી મુજબ,જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે.ટૂંક સમયમાં રાજીનામાની જાહેરાત થઈ શકે છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 6, 2025, 10:18 am GMT+0530
Canadian Prime Minister Justin Trudeau looks on during a press conference with French President Emmanuel Macron in Montreal, Canada, on September 26, 2024. (Photo by Ludovic MARIN / AFP) (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પદ પરથી આપી શકે રાજીનામું
  • સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ટૂંક સમયમાં થઈ શકે જાહેરાત
  • દેશમાં રાજકીય દબાણનો સામનો કરી રહ્યા છે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો
  • ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સારા સમાચાર ગણી શકાય
  • જસ્ટિસ ટ્રુડો છેલ્લા એક દાયકાથી કેનેડામાં છે વડાપ્રધાન પદ પર
  • કેનેડાના મીડિયા અહેવોલો મુજબ લિબરલ પાર્ટી નવા નેતૃત્વની શોધમાં
  • ખાલિસ્તાનીઓના વધતા પ્રભાવને લઈ ઘણા કેનેડિયન નાગરિકો નારાજ

કેનેડાથી ખૂબ જ મહત્વની અને મોટી જાણકારી મળી રહી છે.મળતી માહિતી મુજબ,જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે.ટૂંક સમયમાં રાજીનામાની જાહેરાત થઈ શકે છે.

કેનેડાથી મોટી રાજકીય વિગત સામે આવી રહી છે.જે મુજબ પોતાના દેશમાં ભારે રાજકીય દબાણનો સામનો કરી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો રાજીનામું આપવા જઈ રહ્યા છે.જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો,જસ્ટિન ટ્રુડો સોમવારે અથવા આ અઠવાડિયાની અંદર જ કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે.જે ભારત માટે સારા સમાચાર માનવામાં આવે છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,જસ્ટિસ ટ્રુડોને સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદ પરથી હટાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ટ્રુડો તેમના રાજીનામા બાદ તરત જ પદ છોડી દેશે કે નવા નેતાની નિમણૂક ન થાય ત્યાં સુધી પદ પર રહેશે.જસ્ટિસ ટ્રુડો છેલ્લા એક દાયકાથી કેનેડામાં સત્તા પર છે,પરંતુ તાજેતરના સમયમાં તેમની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે.જગમીત સિંહની આગેવાની હેઠળની ટ્રુડોની સાથી એનડીપીએ તાજેતરમાં ટ્રુડો સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું હતું.તાજેતરના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે 73 ટકા કેનેડિયન નાગરિકો ઇચ્છે છે કે ટ્રુડો વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપે.તેમાં 43 ટકા ઉદાર મતદારોનો પણ સમાવેશ થાય છે.
જાહેરાત

વાસ્તવમાં કેનેડામાં બુધવારે લિબરલ પાર્ટી કોકસનું આયોજન કરવામાં આવશે.આ પહેલા જસ્ટિન ટ્રુડોના રાજીનામાની જાહેરાત થઈ શકે છે.લિબરલ પાર્ટી નવા નેતૃત્વની શોધમાં છે ત્યારે ટ્રુડો વચગાળાના નેતા તરીકે રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં,જસ્ટિન ટ્રુડો સરકારના મુખ્ય સાથી NDP નેતા જગમીત સિંહે કહ્યું હતું કે તેઓ લઘુમતી લિબરલ સરકારને તોડી પાડવા માટે એક પ્રસ્તાવ રજૂ કરશે.

કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થવાના ઘણા કારણો છે.મુખ્ય કારણોમાં અર્થતંત્ર, કેનેડામાં મકાનોની કિંમતોમાં ભારે વધારો,ઇમિગ્રેશન સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે.કોરોના મહામારી બાદ કેનેડામાં મોંઘવારી 8 ટકા વધી હતી.જો કે હાલમાં તે બે ટકાથી નીચે છે.કેનેડામાં બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે, જે હાલમાં છ ટકાની આસપાસ છે.ટ્રુડો સરકારના કાર્બન ટેક્સ કાર્યક્રમની પણ વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.

કેનેડામાં મોંઘા મકાનો એક મોટી સમસ્યા છે.કેનેડાના મોટા ભાગના મોટા શહેરોમાં ઘર ખરીદવું સામાન્ય લોકોના બજેટની બહાર થઈ ગયું છે.આ સમસ્યા લાંબા સમયથી છે અને સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. ટ્રુડો સરકાર પ્રત્યે લોકોમાં ભારે નારાજગીનું આ પણ એક મોટું કારણ છે.

કેનેડામાં ઇમિગ્રેશન પણ એક મોટી સમસ્યા છે.જોકે, ટ્રુડો સરકારે તાજેતરમાં ઈમિગ્રેશનને લઈને નવી નીતિઓ બનાવી છે,જેથી ઈમિગ્રન્ટ્સની સંખ્યાને નિયંત્રિત કરી શકાય.તેમ છતાં લોકોનો રોષ હજુ પણ ઓછો થયો નથી. વસાહતીઓની વધતી સંખ્યાને કારણે કેનેડાની આરોગ્ય પ્રણાલી અને અન્ય સેવાઓ પર ભારે દબાણ આવ્યું છે. કેનેડામાં ખાલિસ્તાનીઓના વધતા પ્રભાવને લઈને ઘણા કેનેડિયન નાગરિકો પણ નારાજ છે. હાલમાં જ કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણામંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું, જે બાદ ટ્રુડો પર રાજીનામું આપવાનું દબાણ પણ વધી ગયું છે.

Tags: CanadaINDIAJustin TrudeauLiberal PartyLiberal Party Of CanadaPM CanadaPrime MinisterResignationSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 160 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ,આહવામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ

ભારત સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન સિંધુ’ : ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

PM મોદી ક્રોએશિયાની મુલાકાત લેનારા દેશના પહેલા વડાપ્રધાન બન્યા

PM મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, ક્રોએશિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત

ગુજરાત : વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીનું આજે મતદાન

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.