હેડલાઈન :
- બેંગલુરુમાં પ્રથમ વખત HMPV વાયરસનો કેસ સામે આવ્યો
- કર્ણાટક સરકારે વાયરસને લઈને એડવાઈઝરી જાહેર કરી
- HMPV વયરસ સામાન્ય શરદી-ફલૂ જેવા લક્ષણોનું કારણ બને
- સ્થાનિક આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર રાખી રહ્યું છે નજર
- આરોગ્ય વિભાગે હજુ સુધી કેસ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી
ચીનમાં ફેલાતા HMPV વાયરસનો પ્રથમ કેસ બેંગલુરુમાં આઠ મહિનાની બાળકીમાં જોવા મળ્યો છે.આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને એડવાઈઝરી જારી કરી છે.ખાંસી અને છીંકતી વખતે સાવચેત રહેવા, હાથ ધોવા અને બીમાર હોય તો જાહેર સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
કર્ણાટકમાંથી ખૂબ જ ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે.કે બેંગલુરુમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે.ચીનમાં ફેલાયેલ આ એક નવો વાયરસ છે.ભારતમાં આ નવા વાયરસનો આ પહેલો કેસ છે.આ સમાચાર ખાનગી હોસ્પિટલમાંથી મળ્યા છે,પરંતુ આરોગ્ય વિભાગે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ COVID-19 રોગચાળાના પાંચ વર્ષ પછી છે,જ્યારે ચીન હાલમાં નવા વાયરસ,હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPV સામે લડી રહ્યું છે.
#WATCH बेंगलुरु: कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने HMPV वायरस पर कहा, "ये दो बच्चों में पाया गया है। ये देखकर मैंने तुरंत कर्नाटक के स्वास्थ्य मंत्री दिनेश गुंडू राव से बात की… सरकार इस रोग को खत्म करने के लिए हर संभव प्रयास करेगी।" https://t.co/DNTkBZ4SNZ pic.twitter.com/MaUruhjBVv
— ANI_HindiNews (@AHindinews) January 6, 2025
કર્ણાટક સરકારે રવિવારે ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ રોગના ફેલાવાના જોખમને લગતી એક એડવાઈઝરી જારી કરી હતી.શું કરવું અને શું ન કરવું તેની માહિતી એડવાઈઝરીમાં આપવામાં આવી છે.તો આરોગ્ય વિભાગ મોનીટરીંગ કરી રહ્યું છેરિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘હાલમાં HMPVના ફેલાવાને લઈને ગભરાવાની જરૂર નથી.આરોગ્ય વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ NCDCના નિયામક સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
– HMPV વાયરસનો ગુજરાતમાં પણ કેસ ?
- HMPV નવા વાયરસને લઈ મોટા સમાચાર
- ગુજરાતમાં નવા વાયરસનો પહેલો કેસ નોંધાયો
- માત્ર બે મહિનાનું બાળક નવા વાયરસથી સંક્રમિત
- બાળક મૂળ મોડાસા પાસેનાં ગામનું હોવાની જાણકારી
- સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયુ
ગુજરાતના અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.જેમાં એક બે માસનું બાળખ સંક્રમિત થયુ છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની માહિતી મળી રહી છે.આ પછી HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આપ્યુ છે.તેમણે જણાવ્યુ કે HMPV જૂનો વાયરસ છે અને હાલમાં તેનો ફેલાવો વધ્યો છે.
– આપણે તેનાથી ડરવાની જરુર નથી : ઋષિકેશ પટેલ
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ HMPV વાયરસ નવો નથી.આ જુનો જ વાયરસ છે,પરંતુ એ હમણાં ચીનમાં તેને ફેલાવો વધ્યો છે.આપણે તેનાથી ડરવાની જરૂર નથી.આ વાયરસમાં કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ માઇલ્ડ લક્ષણો છે.છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે એનો આપણે અમલ કરીશું.તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે RTPCR જે સગવડ હતી,ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીશું.
– ‘ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરશે’
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યુ કે ઠંડીની ઋતુમાં તેની સક્રિયતા વધી જતી હોય છે.આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. અને આ વાયરસને સંબંધિત કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ હોવાનું પણ તેમણે જણાવ્યું.તેમણે જણાવ્યુ કે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે.લક્ષણો પ્રમાણેની સારવાર કરવાની રહેશે.ટેસ્ટ માટેની કીટ બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાં પહોંચશે.સાથે જ તેમણે જણાવ્યુ કે ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરશે.
– HMPV વાયરસ શું છે?
વિભાગે કહ્યું કે ‘ચીનમાં HMPV રોગ ફાટી નીકળવાના તાજેતરના મીડિયા અહેવાલોને પગલે,ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 4 જાન્યુઆરીએ એક નિવેદન બહાર પાડ્યું છે.તેમાં કહેવામાં આવ્યું છે કે HMPV એ કોઈપણ અન્ય શ્વસન વાયરસની જેમ છે,જે શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે ખાસ કરીને યુવાન અને મોટી ઉંમરના જૂથોમાં તે વધુ અસર કરી શકે છે.કર્ણાટકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સામાન્ય શરદી,ILI અને SARI જેવા શ્વસન ચેપ અંગેના ડેટાનું વિશ્લેષણ કર્યું છે.ગત વર્ષની સરખામણીમાં ડિસેમ્બર 2024માં નોંધાયેલા કેસોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી, એમ નિવેદનમાં જણાવાયું છે.
– કેવી રીતે HMPP વાયરસ ફેલાય
- HMPP વાયરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે.
- આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા તેને સ્પર્શ કરવાથી પણ તે ઝડપથી ફેલાય છે.
- ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે.
- નિષ્ણાતો અનુસાર આ વાયરસ હંમેશા હાજર રહે,પરતુ ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને
- ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.
- ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે હાથ મિલાવશો નહીં અને ઘરે પાછા આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો.
- ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો.
- ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો,કારણ કે અહીં ચેપ ઝડપથી ફેલાય છે.
– શું કરવું,શું ન કરવું
- ખાસી કે છીંકતી વખતે મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકો
- સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝર વડે વારંવાર હાથ ધોવા
- ભીડવાળી જગ્યાઓ ટાળો
- તાવ,ઉધરસ,છીંકના કિસ્સામાં જાહેર સ્થળોથી દૂર રહો
- ચેપ ઘટાડવા માટે તમામ પરિસ્થિતિઓમાં બહારની હવા સાથે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશનની ભલામણ કરવામાં આવે છે
- લોકોને ઘરે રહેવાની અને બીમાર હોય તો અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે
- પુષ્કળ પાણી પીવા અને પૌષ્ટિક ખોરાક ખાવાની પણ સલાહ આપવામાં આવી
- લોકોને ટીશ્યુ પેપર અને રૂમાલનો ફરીથી ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી
- બીમાર વ્યક્તિઓ સાથે નજીકના સંપર્ક, ટુવાલ, લિનન વગેરે શેર કરશો નહીં
- આંખ, નાક અને મોંને વારંવાર સ્પર્શ કરશો નહીં
- જાહેર સ્થળોએ થૂંકશો નહીં અને ડૉક્ટરની સલાહ લીધા વિના જાતે દવા ન લો
– HMPV એ નવો વાયરસ નથી
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, HMPV એ નવો વાયરસ નથી. તે સૌ પ્રથમવાર 2001 માં મળી આવ્યું હતું.
– સરકારે શું કહ્યું?
HMPV વાયરસ ભારતમાં શોધ થયા પછી,આરોગ્ય વિભાગે કહ્યું કે તે તેમની લેબમાં મળી નથી,આ કેસ ખાનગી હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે એચએમપીવી વાયરસના મોટાભાગના કેસ નાના બાળકોમાં જ જોવા મળે છે.ચીનમાં પણ તે બાળકોમાં જ જોવા મળે છે.