હેડલાઈન :
- છત્તીસગઢમાં નક્સલીઓએ જવાનોના વાહનને નિશાન બનાવ્યુ
- નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લાના કુત્રુ રોડના બેદ્રેમાં બની ઘટના
- નક્સલીઓએ IED વિસ્ફોટ કરીને જવાનોના વાહનને ઉડાવી દીધું
- હુમલામાં 9 લોકોના મૃત્યુ જેમાં 8 જવાનો,એક ડ્રાઈવરનો સમાવેશ
- ઘાયલ જવાનોને ત્યાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ
સોમવારે નક્સલવાદીઓએ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લાના કુત્રુ રોડના બેદ્રેમાં સૈનિકોને લઈ જઈ રહેલા એક વાહનને નિશાન બનાવ્યું જેમાં 8 જવાનો અને એક ડ્રાઈવરના મૃત્યુ થયા હતા.
સોમવારે નક્સલવાદીઓએ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લાના કુત્રુ રોડના બેદ્રેમાં સૈનિકોને લઈ જઈ રહેલા એક વાહનને નિશાન બનાવ્યું હતું,જેમાં ઘણા જવાનો શહીદ થયા હતા અને ઘાયલ થયા હતા. બસ્તરના આઈજી સુદરરાજ પી.એ પુષ્ટિ કરી છે કે નક્સલીઓએ સુરક્ષા દળોના વાહનને ઉડાવી દીધું હતું.
સોમવારે સવારે નક્સલીઓએ IED વિસ્ફોટ કરીને જવાનોના વાહનને ઉડાવી દીધું હતું.જેમાં 9 લોકોના મોત થયા હતા.મૃતકોમાં 8 સુરક્ષાકર્મીઓ અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.કેટલાક જવાનો ઘાયલ પણ થયા છે.કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે નારાયણપુરમાં એન્કાઉન્ટર બાદ જવાનો આજે પરત ફરી રહ્યા હતા.ત્યારે નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
નારાયણપુરમાં એન્કાઉન્ટર બાદ સૈનિકો ચાર દિવસ સુધી જંગલમાં ચાલીને થાકી ગયા હતા,તેથી તેઓ પીકઅપ વાહનમાં બેસી ગયા.જણાવવામાં આવ્યું છે કે ગાડીમાં લગભગ 20 સૈનિકો હતા.ઘટનાની માહિતી મળ્યા બાદ બીજાપુર SP જિતેન્દ્ર યાદવ ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા.ઘાયલ જવાનોને ત્યાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર