હેડલાઈન :
- ભારતમાં HMPV વાયરસના કેસ વધ્યા
- મહારાષ્ટ્રમાં બે બાળકોનો રિપોર્ટ પોઝિટિવ
- સંક્રમિત બંને બાળકો નાગપુરના રહેવાસી
- ભારતમાં હવે HMPV ના કુલ 7 કેસ થયા
- ચિંતા કરવાની જરૂર નથી : જે.પી.નડ્ડા
મહારાષ્ટ્રમાં HMPV વાયરસના પ્રવેશને કારણે રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે.સરકારે લોકોને ગભરાવવાની અપીલ કરી છે અને ઉધરસ અને તાવથી પીડિત દર્દીઓ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે.
ભારતમાં માનવ મેટાપ્યુમોવાયરસ એટલે HMPV વાયરસના કેસ વધી રહ્યા છે.હવે મહારાષ્ટ્રમાં બે બાળકો આ વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.આ બંને નાગપુરના રહેવાસી છે.એક બાળકીની ઉંમર 7 વર્ષ અને બીજી છોકરી 14 વર્ષની છે. બંને બાળકોને ઉધરસ અને તાવના કારણે રામદાસપેઠની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા,જ્યાં બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.અગાઉ બેંગલુરુમાં HMPV વાયરસના બે કેસ,અમદાવાદમાં એક અને ચેન્નાઈમાં બે કેસ નોંધાયા હતા.દેશમાં એકંદરે 7 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે.
મહારાષ્ટ્રમાં HMPV વાયરસના પ્રવેશને કારણે રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે.સરકારે લોકોને ગભરાવવાની અપીલ કરી છે અને ઉધરસ અને તાવથી પીડિત દર્દીઓ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે.આ અંગે આરોગ્ય વિભાગ ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવા જઈ રહ્યું છે.
#WATCH केंद्रीय स्वास्थ्य मंत्री जेपी नड्डा ने कहा, "स्वास्थ्य विशेषज्ञों ने स्पष्ट किया है कि HMPV वायरस कोई नया वायरस नहीं है। इसकी पहचान सबसे पहले 2001 में हुई थी और यह कई सालों से पूरी दुनिया में फैल रहा है। HMPV सांस और हवा के जरिए फैलता है। यह हर उम्र के लोगों को प्रभावित… pic.twitter.com/9wO11X8MKC
— ANI_HindiNews (@AHindinews) January 6, 2025
– ચિંતા કરવાની જરૂર નથી : જે.પી.નડ્ડા
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા કરવા માટે 4 જાન્યુઆરીએ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં સંયુક્ત મોનિટરિંગ જૂથની બેઠક યોજાઈ હતી. જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, દેશની આરોગ્ય પ્રણાલીઓ અને સર્વેલન્સ નેટવર્ક સતર્ક રહે છે, તે સુનિશ્ચિત કરે છે કે દેશ કોઈપણ ઉભરતા સ્વાસ્થ્ય પડકારનો તાત્કાલિક જવાબ આપવા માટે તૈયાર છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.